પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરમાં અમરજયોત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોક સાહિત્યકાર તેજાભાઈ પટેલનો કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમરજયોત ઈન્ટરનેશનલ સ્કૂલ, રાધનપુરમાં લોક સાહિત્યકાર તેજાભાઈ પટેલનો ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકગીત,લોક વાર્તા, ટુચકા, ભજન, લોક બોલી અને જોક્સ વગેરે જેવા સાહિત્ય સ્વરૂપોનું આચમન કરાવીને બાળકોને રસ તરબોળ કરી દીધા હતાં. શિક્ષકોને પણ ખૂબ જ સાહિત્ય જાણવા મળ્યું હતું.કાર્યક્રમનાં આયોજન માટે શાળાના આચાર્યા દ્રષ્ટિ બેન ઠક્કર, કો-ઓર્ડીનેટર મુકુન્દભાઈ દાવડા અને તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પ્રિ. પ્રાયમરીના બાળકોને પણ આસ્થાના મેમ સ્વાતિ મેમ અને પ્રિયા બહેને ભાગ લેવડાવેલો. કાર્યક્રમનું સંચાલન ગીતાબેન ખત્રીએ કર્યું હતું.



