વેરાવળ પાટણ પરજીયા સોની જ્ઞાતિ સંચાલિત… તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ
===============
આજરોજ તા. ૧૫/૯/૨૦૨૪ ના રોજ વેરાવળ પ્રમુખ શ્રી પિયુષભાઈ સાગર અને તેમની ટીમ દ્વારા આયોજીત…વેરાવળ મુકામે *{{ તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ }}* ખુબ સફળ રીતે સંપન્ન થયો છે…👍👍
કાર્યક્રમ ના દાતાશ્રીઓ સાથે ખુબ મોટી સંખ્યા માં સ્થાનિક જ્ઞાતિજનો તથા માતાઓ બહેનો તેમજ નાના મોટા વિદ્યાર્થીઓ ની હાજરી થી વાતાવરણ આનંદમય હતું…ઉપરાંત આસપાસ ના ગામ શહેર તથા અમદાવાદ / રાજકોટ / જુનાગઢ થી આવેલા મહેમાનો થી પ્રસંગ દીપી ઊઠ્યો હતો…વેરાવળ પાટણ પરજીયા સોની જ્ઞાતિ ના સર્વે જ્ઞાતિજનો સાથે પ્રમુખશ્રી પિયુષભાઈ સાગર તથા તેમની ટીમ ને ખુબ સરસ આયોજન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 👌👌💐💐
આશરે 500 + જ્ઞાતિજનો એ સહુ એ સમૂહ માં સાથે બેસીને સાંજ ના મિઠામધુરા ભોજન નો પણ આનંદ માણ્યો હતો…બાળકો તો ગિફ્ટ હેમ્પર / સર્ટિફિકેટ / શિલ્ડ / વગેરે મેળવી ને ખુશખુશાલ હતા…👍👍
વેરાવળ પ્રમુખશ્રી તથા તેમની ટીમ અદભુત રીતે ટીમવર્ક કરવા સાથે સમાજ પ્રત્યે ખુબ લાગણી રાખી ને સમાજ ને સંગઠિત કરવા માટે જે મહેનત કરે છે…અવનવા કાર્યક્રમો નું આયોજન કરે છે…તે આજના યુવાનો અને આવનાર પેઢી માટે ખુબ પ્રેરણાદાયક છે…
જ્ઞાતિગૌરવ સાથે જ્ઞાતિરત્ન કહી શકાય એવા વેરાવળ પ્રમુખશ્રી પિયુષભાઈ સાગર ની સમાજસેવા નો અદ્વિતીય અને અમૂલ્ય ભાગ એવા *{{ સ્વજન આશ્રય }}* નામની સંસ્થા છેલ્લા 3 ” વર્ષ થી વેરાવળ માં પ્રમુખશ્રી ની દેખરેખ હેઠળ અને સમાજ ના દાતાશ્રી ઓ ની આર્થિક સહાય દ્વારા હાલમાં પણ ખુબ સુંદર રીતે ચાલે છે…જ્યાં આપણા સમાજ ના જ વૃદ્ધ થઈ વડીલો ની ખુબ સરસ રીતે દેખભાળ થાય છે…✅👍
રાજરાજેશ્વરી માં ભગવતી શ્રી મોમાઈ માતાજી તેમને દેશને દુનિયા માં યશકીર્તિ આપે અને વધુ ને વધુ યુવાનો તેમની સાથે જોડાઈ ને વધુ સરસ કાર્યક્રમો કરે…સમાજ ના શ્રેષ્ઠીઓ તથા દાતાશ્રીઓ નો ખુબ ખુબ સાથ સહકાર મળે તેવી શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન…
લી. શ્રીમતિ રેણુકાબેન ચલ્લા
{પટેલકા}
શ્રી મુકેશભાઈ થડેશ્વર
{અમદાવાદ}
શ્રી રમણીકભાઈ ચલ્લા
{જુનાગઢ}
અમારો whatsapp નંબર 7575862213
