ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક વિકાસને જેટલું પ્રોત્સાહન મળે છે તેની તુલનામાં હેરીટેજ ગણાતા વારસામાં મળેલા ઐતિહાસિક-પૌરાણિક, પ્રાકૃતિક-નૈસર્ગિક એવા માનબિંદુ સમા પ્રવાસન સ્થળોના વિકાસ માટે જીલ્લા પ્રવાસન સમિતિ તેમજ જીલ્લાના ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યો ને અંગત રસ કેમ નથી…? એક તરફ સંસ્કૃતિની વાતો તો બીજી તરફ વિરોધાભાસી વલણ…? જે તે વિસ્તારના લોકો સમક્ષ ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારમાં દર પાંચ વર્ષે પ્રવાસન પોલિસીઓ તો નક્કી થાય છે, પરંતુ તેનું નક્કર પાયારૂપ અમલીકરણ કરવામાં ઉપેક્ષાવૃત્તિ પણ એટલી જ જવાબદાર…!! પ્રવાસીઓને આકર્ષવા માટે કોઈ નીતિ બનતી નથી અને પ્રોજેક્ટો અધૂરા છોડાય છે…?
વર્ષો પહેલા કબીરવડમાં વિદેશી નાગરકો પણ મુલાકાત લેતા હતા, પરંતુ છેલ્લા ૧૫ વર્ષોમાં તો સ્થાનિક જીલ્લાના ને ગુજરાત તેમજ દેશ ભરમાંથી આવનારા સહેલાણીઓની પણ બિલકુલ નહીવત સંખ્યા …??? ખાનગી વાહન ચાલકો, રીક્ષા ચાલકો, જીલ્લાના એસ.ટી. તંત્ર, ખાનગી ટ્રાવેલ્સ તેમજ સ્થાનિક રોજગારને પણ ભારે અસર પહોંચી છે.
કબીરવડ ને “વૈશ્વિક પર્યાવરણીય સ્મારક” ઘોષિત કચવામાં આવે.
અખબારી જગતમાં મનોરંજન, બોટિંગ સુવિધા, રાત્રી રોકાણની સુવિધા વિગેરે જાહેરાતો કર્યા પછી પણ શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ યોજનાપ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ…?
નર્મદાના કાંઠા પરના માનબિંદુ સમા અસ્તિત્વ ધરાવાતા સ્થાનકો માત્ર રેતી ખનનનું અને બે પાંચ લોકોનું કમાણીનું સાધન બન્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા ઉભી કરીને સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે તે જરૂરી છે.
ભરૂચમાં જળ-જમીન અને વાયુ પ્રદુષણ ઓકતા ઉદ્યોગોને મહત્વ જ્યારે તીર્થ અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં ભારોભાર પ્રવાસન વિભાગની ઉપેક્ષા તેનો આ શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ યોજના તેની સાબિતી…!!!
આદિ કાળથી યાત્રાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ રહેલું છે. સાહસી યાત્રિકોની ગૌરવ ગાથાઓ સર્વત્ર ગાવામાં આવી છે. પુરાણોમાં તેના ઉલ્લેખ મળી આવે છે. પ્રગતિશીલતાનું બીજું નામ તે “યાત્રા” છે. ચરૈવેતિ…ચરૈવેતિ…અર્થાત ચાલવાનું છે…ચાલવાનું છે. બધા ચાલે છે …જીવન ગતિમાન છે.યાત્રાથી મનુષ્યની દ્રષ્ટી વિસ્તૃત થઇને રહે છે અને ઉદાર થાય છે. યાત્રાથી મસ્તિષ્ક વિરાટ થાય છે અને હૃદય વિશાળ બને છે. યાત્રા કેવળ ચરણોથી જ કરવામાં આવતી નથી, પરંતુ મન, બુદ્ધિ અને ચિત્ત એ બધાં જ “યાત્રા” કરે છે. એ સૃષ્ટિનો વિકાસ છે. તન-મન બેઉ પ્રફુલ્લિત થાય છે.
સ્કંધ પુરાણના કાશી ખંડમાં કહેવામાં આવ્યુ છે કે, તીર્થોના બે ભેદ હોય છે. એક માનસતીર્થ અને બીજું ભૌમતીર્થ. જેના મન શુદ્ધ છે જેઓ આચરણવાન, જ્ઞાની અને તપસ્વી છે એવા લોકો “માનસતીર્થ” છે. અને જિતેન્દ્રિય જ્યાં રહે છે ત્યાં તેઓના “માનબિંદુ” સમી “તપસ્થળી” બની જાય છે. એવા જ માનબિંદુ સમા ૬૦૦ વર્ષો ઉપરાંત ઐતાહાસિક-પૌરાણિક નર્મદા નદીના ઉભયતટ એટલે કે નદીની વચ્ચમાં આવેલા કબીરવડ એ નર્મદા નદીની મધ્યમાં એક ટાપુ પર આવેલું પ્રખ્યાત સ્થળ છે. શુક્લતીર્થ શિવમંદિર સુધી અને ત્યાંથી ચાલતી હોડીઓ દ્વારા અહીં પહોંચી શકાય છે. તેમાં વટવૃક્ષનું અદભૂત ગ્રોથ છે જે વર્ષોથી વિકસ્યું છે અને તે લગભગ 3 કિમીનો વિસ્તાર ધરાવે છે.

આ સ્થળનું નામ પ્રખ્યાત સંત કબીરના નામ પરથી રાખવામાં આવ્યું છે તેમાં એક આકર્ષક કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને ઉપાસકો પ્રાર્થના કરવા આવે છે. આમ લોકો કબીરવડની મુલાકાત માત્ર ઐતિહાસિક કારણોસર જ નહીં, પરંતુ આ વિશાળ વટવૃક્ષ દ્વારા આપવામાં આવેલ એકાંત અને પવિત્રતાને માણવા માટે પણ આવે છે.આ માહિતી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની વેબ સાઈટ પરથી લેવામાં આવેલ છે જે આજ દિન સુધીમાં અપડેટ થયેલ માહિતીના આધારે છે.
ભરૂચ જીલ્લાના રાજનેતાઓચૂંટણી સમયે અને જાહેર કાર્યક્રમોમાં તમામપ્રકારનાવચનોઆપેતોછેઅનેઘો ષણાઓ પણ કરતા રહે છે, પરંતુ તેને ગંભીરતાથી કોઈ લેતું જ નથી. જેમના માટે યોજનાઓ બને છે અનેજેમના ઉપર યોજનાઓનો અમલ કરવાની / કરાવવાની જે જવાબદારી તે બંનેમાંથી કોઈ ગંભીરતાપૂર્વક લેતું કેમ નથી…? આમ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય દર વર્ષે હોય કે દર પાંચ વર્ષે પ્રવાસન પોલીસીઓ તો બનાવે છે, પરંતુ સ્થાનિક સ્તરે વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે તેનું એક ઉદાહરણ પૂરું પાડતો ગુજરાતમાં આવેલા ભરૂચ શહેરથી પૂર્વ પટ્ટીનો શુકલતીર્થ-મંગલેશ્વર-કબીરવડ અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ છે.
એક RTI હેઠળ પ્રાપ્ત માહિતી પ્રમાણે શુકલતીર્થ-મંગલેશ્વર-કબીરવડ અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ અંતર્ગત થયેલ kharch પૈકી…..
ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત નો ખર્ચ ૬,૮૫,૧૨૫
વર્તમાનપત્રોમાં આપેલ જાહેરાત અને અન્ય આનુસાંગિક ખર્ચ ૪,૬૨,૯૧૧
જમીન સંપાદન ખર્ચ ૯૪,૭૫,૪૩૩
આર્કિટેક્ટ ફી ૫૧,૨૭,૮૯૪
પી.એમ.સી. ની ફી ૫,૮૧,૮૭૦
શુકલતીર્થ ઘાટ ૧,૦૭,૦૮,૫૪૮
અંગારેશ્વર ઘાટ ૩,૭૨,૪૮,૪૯૧
મંગલેશ્વર ઘાટ ૧૪,૫૪,૫૫૫
કબીરવડ ઘાટ ૩,૦૦,૦૧,૪૮૯
કુલ ખર્ચ …… ૯,૫૭,૪૬,૨૧૬

શુકલતીર્થ-મંગલેશ્વર-કબીરવડ અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ હેઠળ થયેલા કામો પૈકી….
શુકલતીર્થ ઘાટ :
સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ઘાટની કામગીરી બે ચેન્જીંગ રૂમ, બે સીટ આઉટ, ગાર્ડન વોક વે, દુકાનની કામગીરી પ્લીન્થ લેવલ સુધી
કબીરવડ ઘાટ :
સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ગજેઓ ૫ નંગ સ્લેબ લેવલ, અને એક નંગ કોલમ લેવલ સુધી, દુકાન પ્લીન્થ લેવલ સુધી, ડાયનીંગ હોલ પ્લીન્થ લેવલ સુધી, માહિતી કેન્દ્ર પ્લીન્થ લેવલ સુધી, કલોક રૂમ અથવા લગેજ રૂમ પ્લીન્થ લેવલ સુધી, કબીર ગૃહ પ્લીન્થ લેવલ સુધી,
અંગારેશ્વર ઘાટ :
સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ઘાટની પાઈલ્સ ની કામગીરી પાર્ટ એ- પાઈલ(૭૫૦ ડાયા ) અને પાર્ટ–બી પાઈલ (૬૦૦) ડાયા )
મંગલેશ્વર ઘાટ :
સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ટેસ્ટીંગ પૈલની કામગીરી, ડીસ મેન્ટલીંગ કામગીરી, માટી પુરાણ
ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબ સાઈટ પરથી આજની તારીખે મળતી માહિતી મુજબ ૩૩૮ યાત્રાધામના સ્થળો પૈકી એ,બી,સી,ડી, મુજબ જીલ્લાઓ જોતા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી માત્ર ૧૫ જ જિલ્લાઓના પવિત્ર યાત્રાના સ્થળો સામેલ કરવામાં આવેલા છે…? તે પૈકી એ,બી,સી,ડી, મુજબ જોતા આણંદ-૫, ભરૂચ-૨૫, ભાવનગર-૨૩, ગાંધીનગર-૧૩, કચ્છ-૨૭, મહેસાણા-૨૨, નર્મદા-૪૪, નવસારી-૧૪, પાટણ-૪૫, પોરબંદર-૧૫ , રાજકોટ-૮, સુરત-૨, સુરેન્દ્રનગર-૧, વડોદરા-૮૧, વલસાડ- ૧૩ મળીને ૩૩૮ પવિત્ર મંદિરો, યાત્રાના સ્થાનકોની યાદીમાં નોંધાયેલા છે…? બાકીના ૧૮ જીલ્લામાં કોઈ પવિત્ર યાત્રાધામના સ્થળો જ નથી…? કે પછી ત્યાં કોઈ જીલ્લા પ્રવાસન કે યાત્રાધામ સ્થળોના વિકાસ માટેની સમિતિની રચના જ થયેલી છે કે કેમ..? તે એક સવાલ છે.
• ઉલ્લેખનીય બાબત તો એ છે કે રાજ્યમાં અનેક પૌરાણિક તેમજ ઐતિહાસિક (હેરીટેજ) સ્થળો આવેલા છે તેના વિકાસ કે તેવી વારસામાં મળેલ સ્મારકોની દેખભાળ કે તેના જીર્ણોદ્ધાર માટેની પ્રવાસન કે યાત્રીકોને પ્રાથમિક સવલતો આપવામાં ખરેખર જીલ્લાની પ્રવાસન સમિતિઓ તદ્દન નિષ્ક્રિય રહી ઉપેક્ષા સેવી રહી છે. રાજ્યમાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો પૈકી ગણ્યા ગાંઠ્યા સ્થળોનો જ વિકાસ થઇ રહ્યો હોવાનું અનુમાન આ ટુરીઝમ વેબ સાઈટ પરથી સાબિત થાય છે…..આ બધા પૈસા જાય છે ક્યા…?
• ગત વર્ષે જ કાર્તકી પુનમના શુકલતીર્થના મેળા દરમિયાન ૮ લાખ માનવ મહેરામણ એટલે કે યાત્રાળુઓ મુલાકાત લીધી હતીઅને ધોધમાર કમોસમી માવઠું થયું છતાં અનેક રોજગારી મેળવનારા દુકાનદારોને સારી કમાણી થઈ, તેમજ ખાનગી અને ભાડેથી વાહનચાલકો, રિક્ષાવાળાઓને પણ રોજગારી મળી છે જીલ્લા એસ.ટી. વિભાગને ૩.૬૮ લાખ જેટલી સારી એવી આવક થઇ છે, ત્યારે ઘણા સમયથી મૂર્ત અવસ્થામાં પડી રહેલો મેઘા પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ફળવાયેલી ગ્રાન્ટ ક્યા ચવાઈ ગઈ…? ૨૦૧૧- ૧૨ એટલે કે તત્કાલીન કેન્દ્ર સરકારના ટુરીઝમ મંત્રાલય પછી અંદાજીત ૫૦ કરોડમાંથી આટલો માત્ર ૯,૫૭,૪૬,૨૧૬/- જ ખર્ચ કરી પ્રોજેક્ટ અધુરો જ છોડી દેવાયો…?
• સરકારી વેરાઓ બાકી હોય તો સરકારી તંત્ર દુકાન / મકાન શીલ કરી દે છે અને ન જાણે વસુલાત માટે કેવા કેવા પગલા લે છે, જ્યારે યાત્રિકોની સુવિધા માટે વર્ષો થી સરકારી ગ્રાન્ટની ફાળવણી થયેલી છે ત્યારે નાગરિકોને યાત્રીકોને પ્રાથમિક સવલત અને વિકાસના નામે નકરા વાયદાના બજાર સાંભળવા મળે એ કેવી કમનશીબી…?
• મહત્વની બાબત તો એ છે કે ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક મૂડી રોકાણ ખુબ મોટા પાયે થયું છે તેની સમાંતર જે વારસામાં મળેલા ઐતિહાસિક પોરાણિક તેમજ પ્રાકૃતિક- નૈસર્ગિક ધરોહરોનું પણ નિકંદન નીકળી ગયું છે તે વારસામાં મળેલા થાલોનો વિકાસ ક્યારે…?
• વર્ષ : ૨૦૧૧-૧૨ માં તત્કાલીન કેન્દ્ર સરકારના ટુરીઝમ મંત્રાલય તરફથી રાજ્યના કેટલાક પ્રવાસન અને યાત્રાના સ્થળોના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી હતી તે અંતર્ગત શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ યોજના અન્વયે ૫૦ કરોડ રૂપિયાની ફાળવણી થયેલી, પરંતુ ૧૨-૧૨ વર્ષના વ્હાણાં વીતી ગયા તેમ છતાં મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ લટકતો રહ્યો છે..? જીલ્લા પ્રવાસન ઉપેક્ષાના પાપે હોય કે જીલ્લા જન પ્રતિનીધીઓની અણ આવડત હોય કે તેમની ઉપેક્ષાવૃત્તિ હોય, ગમે તે હોય, આ પ્રોજેક્ટ સમયે વિકાસ પામ્યો હોત અને યાત્રિકો-પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોત તો જીલ્લા એસ.ટી. તંત્ર તેમજ અનેક રોજગારી વાન્છુઓને રોજગારો પણ મળી રહી નથી તેની કોઈએ ચિંતા પણ કેમ કરી નથી…? એ જે તે વિસ્તારના નાગરિકોની કેવી કમનસીબી..? પ્રવાસીઓને આ મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ દ્વારા આટલા વર્ષો બાદ પ્રવાસીઓને આકર્ષવામાં પણ કોઈ જીલ્લા પ્રવાસન સમિતિ તરફથી નીતિ વિષયક પ્લાન અમલી બનાવ્યો નથી એ કેટલું વ્યાજબી…?
• નોંધનીય બાબત તો એ છે કે ભરૂચના પવિત્ર યાત્રાના સ્થળોમાં રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ સ્થળોનું કોઈ અસ્તિત્વ કે નામનો ઉલ્લેખ ભરૂચ જીલ્લાના મંદિરો કે યાત્રાના સ્થળોની યાદીમાં પણ જણાતું નથી..? કે જ્યાં વર્ષોથી તેની ઐતિહાસિક પૌરાણિક માહાત્મ્યના કારણે મેળાઓ ભરાય છે એવા શુકલતીર્થ અને કબીરવડમાં તો લાખો યાત્રિકો/પ્રવાસીઓ મુલાકાતે આવે છે.આ પૌરાણિક સ્થળોની સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કે જીલ્લા પ્રવાસન સમિતિ દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં કોઈ દરખાસ્ત થયેલ છે કે તે માટેની શું પ્રક્રિયા કરવાની છે તેની જાણકારી પણ જે ઐતિહાસિક-પૌરાણિક સ્થળોને કે તેનો વહીવટ કરનારાઓને છે ખરી…? તે એક સવાલ છે. સાર્વજનિક નોંધણી કચેરીમાં ટ્રસ્ટ સંચાલિત ઐતિહાસિક – પૌરાણિક મંદિરોના ટ્રસ્ટમાં કાયમી ટ્રસ્ટીઓની નિયુક્તિ ગ્રામસભાએ કે અન્ય રીતે ટ્રસ્ટના બંધારણ મુજબ નિયમાનુસાર રીતે ટ્રસ્ટીઓના અવસાન કે રાજીનામાં બાદ થયેલી છે ખરી…? આવા અનેક પ્રશ્નો જવાબદાર પ્રશાસન માટે ચિંતન અને વહીવટી સુધારણા માટે મનન કરવા જેવી બાબત છે. ઘણા વર્ષોથી ટ્રસ્ટી વગર મંદિરો મઠો અને ટ્રસ્ટોનો વહીવટ પણ બિલકુલ અધ્ધરતાલ ચાલી રહ્યો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે જવાબદાર ટ્રસ્ટ ની કચેરી આ બાબતમાં કોઈ નોંધનીય પ્રક્રિયા હાથ ધરશે કે કેમ..?
• કબીરવડની વાત કરીએ તો ભારત વર્ષમાં બીજા નંબરનો ઘેઘુર વડલો કે જે શ્રધા આસ્થા અને અડગતાનું માનબિંદુ સમું પ્રતીક છે અને “વૈશ્વિક પર્યાવરણીય સ્મારક” ની આભા છે તો સંત કબીર સાથે જોડાયેલું ધાર્મિક સ્થાનક પણ છે. છેલ્લા ૧૨ વર્ષોમાં જીલ્લાના આ મેઘા પ્રવાસન સર્કીટ ની વ્યાખ્યામાં મુકાયેલા સ્થળો વિકાસથી તો વંચિત છે, પરંતુ તેના માટે લાખોના ખર્ચે બનાવાયેલા પ્લાન એસ્ટીમેટ અને પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવેલા, અને તેના ભૂમિ પૂજન માટેનો ૬,૮૫,૧૨૫/- થયો…? પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવે હોય કે જે પણ કારણ હોય શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ આજે જીલ્લા પ્રવાસન સમતિ તેમજ ચૂંટાયેલા જ્ન્પ્રતીનીધીઓની ની ઉપેક્ષાવૃત્તિના કારને પણ અધૂરા રહેવા પામ્યા છે….? જીલ્લાના તેમજ મત વિસ્તારના ચુટાયેલા જનપ્રતિનિધિઓએ પણ અનેકવાર મુલાકાત કરી છે…..પાણી નું નામ ભૂ સાબિત થઇ છે.
• હાલમાં જ એક પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે અંગારેશ્વર ગામના સામાજિક કાર્યકર તેમજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મહેશભાઈ પરમાર તરફથી અનેકવાર જીલ્લાના જવાબદાર પ્રશાસનને ટેલીફોનીક તેમજ વ્યક્તિગત રીતે પૂછપરછ કરવામાં આવેલ તેમજ મીડીયાના માધ્યમથી પણ શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ અંતર્ગત મંગળનાથ મંદિર, અંગારક ઘાટના વિકાસ બાબતે તા :૬-૬-૨૦૨૩ થી લેખિત રજૂઆત કરીને માહિતી માંગવામાં આવી હતી તે અનુસંધાને નિવાસી કલેકટર અને જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી, ભરૂચ તરફથી જાણવા મળે છે કે પ્રોજેક્ટની પ્રક્રિયા થયેલ છે અને સંદેશ તા : ૫-૭-૨૦૨૩ દૈનીકમાં ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને તે ટુકા સમયમાં પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે….?.
• જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સમયાંતરે શુકલતીર્થ-કબીરવડ-મંગલેશ્વર-અં ગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેક્ટ વિકાસની ઘોષણા માત્ર “વાયદાનો વેપાર” બની જતી યોય છે ત્યારે રાજ્યનો યાત્રાધામ પ્રવાસન વિભાગ તેમજ જીલ્લા પ્રવાસન સમિતિ પણ અંગત રસ દાખવીને યાત્રિકો-પ્રવાસીઓને, રોજગાર વાન્છુઓ, એસ.ટી. તંત્રને આવક થાય તે રીતે આકર્ષવા માટે પ્રાથમિક સુવિધા તેમજ રોજગારી અને બાળકોને માટે મનોરંજન પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે તે જરૂરી છે.
• ઔદ્યોગિક હબ બનેલા ભરૂચમાં ટુરીઝમ હબની પણ “લીવેબલ ભરૂચ” ના નાગરીકો માટે વરસો પહેલા વારસામાં મળેલા ઐતિહાસિક, પૌરાણિક, હેરીટેજ ગણાતા માનબિંદુ સમા સ્થાનકો પણ સાચવી નથી શક્યા કે તેમાં વિકાસ નથી કરી શક્યા….? આ બધુ વારસામાં મળેલું તે પણનર્મદા નદી કાંઠાનાશુકલતીર્થ-કબીરવડ-મંગલે શ્વર-અંગારેશ્વર ગામો પાસેથી છીનવાઈ ગયું…?
• એવું પણ અંગત સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે કેટલાક સ્થાનિક પરિબળો દ્વારા આ પ્રોજેક્ટમાં અંગત સ્વાર્થ હોય અને તેમાં વપરાતી સાધન-સામગ્રી માટેનો કોન્ટ્રાકટ ,એલ્વ્વાના આશયથી અને ઠેકેદારોને કનડગત કરવાની અરિત રસમો અપનાવાતી હોય સમયાંતરે આર્જ્કીય વગ વાપરવાની કિન્નાખોરીના પાપે આ મેઘા પ્રવ્સન પ્રોજેક્ટ કોન્ટ્રાકટરો અધુરો છોડીને જતા રહ્યા છે કે કેમ તેની પણ ઝીણવટભરી અને ખાનગી રાહે સ્થાનિક લોકોનો સંપર્ક કરીને થવી ખુબ જરૂરી છે. આ પ્રોજેક્ટમાંથી અમુક સામગ્રી પોતાના અંગત કે ગામના વિકાસમાં વાપરવા માટે રાજકીય / વ્યક્તિત્વ / નેતૃત્વ ઉભું કરવા માટેની નીતિ રીતી વાપરવા પાછળ ક્યા ક્યા પરિબળો ભાગ ભજવી રહ્યા છે તે એક તપાસનો વિષય છે.
વિરલ ગોહિલ, ભરૂચ

