Gujarat

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું

તારીખ 16 સપ્ટેમ્બર ને સોમવાર નાં રોજ ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલી બેન ઠાકર નાં નેતૃત્વ હેઠળ “ભાવશકિત” પ્રદર્શન નું આયોજન જેસિંગપરા કન્યાશાળા ખાતે યોજાયું

અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તુષાર ભાઈ જોષી ની સંમતિ થી કરવામાં આવ્યું હતું. જે અમરેલીની અનેક શાળાઓનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળ્યું હતું. આ પ્રદર્શન માં આત્મ રક્ષા, તંદુરસ્તી, એક નાગરિક તરીકે પોતાના હક્ક અને ફરજો, મહિલાઓની સલામતી અને સશક્તિકરણ સંબંધિત માહિતી, સ્ત્રીઓની પ્રેરણાત્મક કથાઓ તથા એ. આઈ. ટુલ્સ, એલાર્મ, ચીલી સ્પ્રે જેવા અનેક ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન મહારાષ્ટ્ર થી આવે છે. ભાવશક્તિ પ્રદર્શન નાં માધ્યમ થી નારી ની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો આ ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ હતો. ઇનર વ્હીલ કલબ નાં જિલ્લા અધ્યક્ષ ભવીતા બેન દેઓરે એ આ પ્રદર્શન માટે મહારાષ્ટ્ર થી ખાસ ટીમ ઉપકરણો સાથે મોકલી હતી. આ પ્રદર્શનો લાભ આશરે 650 જેટલાં વિદ્યાર્થીઓએ લીધેલ હતો. હિના બેન ભટ્ટ ની આગેવાની હેઠળ મૂક – બધિર શાળા નાં બાળકોને પણ આ પ્રદર્શન જોવા અને સમજવાનો લાભ મળેલ હતો. આ જાગૃતિ અભિયાન ને સફળ બનાવવામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ અમરેલી નાં પ્રમુખ ડૉ. મિલીબેન ઠાકર, ઉપપ્રમુખ મતી જાનકી બેન અટરા, સચિવ મતી શિવાની બેન પરીખ, બીનાબેન ત્રીવેદી, નયના બેન આચાર્ય, પ્રજ્ઞાબેન ત્રીવેદી, ચેતના બેન પરસાનિયા, સંગીતા બેન જીવાણી તથા હર્ષાબેન પંડ્યા એ જહેમત ઉઠાવી હતી.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240917-WA0093-3.jpg IMG-20240917-WA0090-2.jpg IMG-20240917-WA0094-1.jpg IMG-20240917-WA0095-0.jpg