કેશનીગામે ચાણસ્મા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ:
આજે કેશની ગામે ચાણસ્મા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છે ગામડાંઓમાં સુવિધાઓ અને સેવાનો વિતરણ સુનિશ્ચિત કરવો. શુભારંભ સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દીપક ભાઈ પટેલ જિલ્લા સદસ્ય વિક્રમભાઈ ને તાલુકા પંચાયત સભ્ય જસલ્પુર ધાનોધરડા તાલુકા વિકાસ અધિકારીને તાલુકા ના કિરણ જાની મહામંત્રી ને બીજેપી ના સંગઠન ના હોદેદારો મામલતદાર સ્ટાફ સરપંચ કેશની ને ગામનાં નાગરિકો, ગામના અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી ઉપલબ્ધ થવો અને ગામના વિકાસ માટે જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે સાથેજ કેશની ગામમાં આ કાર્યક્રમ દ્વારા આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહાય અને પેન્શન જેવી અનેક સેવાઓનું સ્થળ પર જ આયોજન કરવામાં આવ્યું હતું અને એક પેડ મા કે નામ તથા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. નાગરિકો હવે સરકારી કચેરીઓમાં જવાનો સમય અને પ્રયત્ન બચાવીને, પોતાના ગામમાં જ વિવિધ સેવાઓનો લાભ મેળવી શકશે.આ કાર્યક્રમ ગામના લોકો માટે ખૂબ જ ઉપયોગી બનશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે .
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ