કવિશ્રી બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ બોટાદમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતાના પાઠ ભણ્યા વિદ્યાર્થીઓ..
‘વિદ્યાભારતી’ ટ્રસ્ટ સંચાલિત કવિશ્રી બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ બોટાદમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતાનું મૂલ્યલક્ષી શિક્ષણ અપાયું. જેમાં તા. 8 સપ્ટેમ્બરે ગણેશ સ્થાપન કરી, સતત 11 દિવસ સુધી દરરોજ પૂજા અને આરતી થાળનું કૉલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સુંદર આયોજન કર્યું હતું તા.17ને મંગળવારના રોજ 56 પ્રકારનો ભવ્ય અન્નકૂટ કરી વિદ્યાર્થીની બહેનો દ્વારા ગણેશ સ્તુતિનું નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગરબાનું આયોજન પણ કરાયું હતું.અંતે ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ગણેશ વિસર્જન કરાયું હતું. આ ગણેશ મહોત્સવમાં કોલેજનો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એ.જે. મકવાણા સરના માર્ગદર્શન હેઠળ થયો હતો . રિપોર્ટર : ભાવેશ પરમાર (બોટાદ)