Gujarat

તેજગઢ આદિવાસી અકાદમી ખાતે પર્યાવરણ પર એક દિવસની ચિંતન શિબિર

તેજગઢ આદિવાસી અકાદમી તેજગઢના પંથકના ગામોના આગેવાનો સાથે પર્યાવરણ પર એક દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી વિસ્તારના પર્યાવરણ વિશેની સમસ્યાઓ અને તેનું સમાધાન વિષય પર ચિંતન કરવામાં આવ્યું. લુપ્ત થતા વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ તથા વન્ય ઔષધિઓ પર ચિંતન કરવામાં આવ્યું.
જેમાં આદિવાસી અકાદમીના નિયામક મદન મીના, દિલ્હીથી પર્યાવરણ શિક્ષાવિદ પિયુષ શેખ સરિયા અને તેજગઢ રાઉન્ડ ફોરેસ્ટના ફોરેસ્ટર ઉપેન્દ્રભાઈ સોલંકી, બીટગાર્ડ, અન્ય સહ કર્મીઓ અને વન મંડળીના પ્રમુખ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર