ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દ્વિતીય સ્થાન મેળવ્યું
તારીખ 21 અને 22 સપ્ટેમ્બર 2024 ના રોજ બે દિવસનો ગણિત મહોત્સવ યોજાયો. જેમાં શિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી આકાશ ઘુઘાભાઈ જાંબુચાએ ગણિત મોડેલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી ધ્રુપકા શાળા, ધ્રુપકા ગામ સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લાનું નામ રોશનકર્યું છે. આ મહોત્સવમાં ભારતના મહાન લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં બી.એન. રાવ સર (ભારતના ગણિતના ગુરુ), શ્રી એમ.એસ. સોલંકી સર (NCERT ડિરેક્ટર), શ્રી ભરતભાઈ ચનિયારા સર (ભૂતપૂર્વ ઈસરો વરિષ્ઠ વૈજ્ઞાનિક), શ્રી ચંદ્રમૌલી જોશી સર (RSTF ના અધ્યક્ષ – ભારત), શ્રી જે.જે. રાવલ સર (ભારતીય ખગોળશાસ્ત્રી),શ્રી મોહનરામ ચૌધરી સર (નિયામક, SPC – રાજસ્થાન), નલિન પંડિત સાહેબ, પૂર્વ gcert નિયામકશ્રીગણિત મહોત્સવામાં ધ્રુપકા પ્રાથમિક શાળાના ત્રણ બાળકો એ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ધવલ લાખાભાઈ વાળાએ ગણિત ક્વિઝ, ઋત્વિક માનસંગભાઈ સોલંકી એ ગણિત પઝલ અને આકાશ ઘુઘાભાઈ જાંબુચાએ ગણિત મોડેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ત્રણેય બાળકોને શાળાના ગણિત – વિજ્ઞાન શિક્ષક શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગણિત મોડલ સ્પર્ધામાં આકાશ જાંબુચાએ ફાઈન્ડ યોર મેજીક નંબર એન્ડ મેક મેજિક સ્ક્વેર નામનું મોડલ રજૂ કર્યું હતું જેમાં તેમણે દ્વિતીય નંબર મેળવ્યો હતો. શાળા પરિવાર આકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આકાશભાઈ અને માર્ગદર્શક શિક્ષક શૈલેન્દ્રસિંહ ગોહિલને પ્રમાણપત્ર, ટ્રોફ, ગોલ્ડ મેડલ અને શાળાએ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.