Gujarat

સખી વન સ્ટોપ સેન્ટર રાજકોટ દ્વારા મારુતિ કૃપા આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાણનાથ શાળા ખાતે જાગૃતિ શિબિર યોજાઈ

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ, સુરક્ષા, સહાય અને જાગૃતિલક્ષી શિક્ષણ આપવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાંની સખી વન સ્ટોપ યોજના મહિલા સલામતીને પ્રાધાન્ય આપતી યોજના છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજકોટના માગૅદશૅન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટર રાજકોટના કર્મચારીગણ દ્વારા મારૂતિ કૃપા આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાણનાથ પ્રાથમિક શાળા રાજકોટ ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા “સખી”વન સ્ટોપ સેન્ટર-રાજકોટના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી, વ્હાલી દીકરી યોજના, સ્વાવલંબન યોજનાની માહિતી આપવામાં આવી હતી. સેન્ટર દ્વારા મહિલાઓને સ્વાવલંબન, દીકરી જન્મને પ્રોત્સાહન, મહિલાઓના ઉત્થાન માટે માર્ગદર્શન પૂરું પાડી કોઈ પણ તકલીફના સમયે સખી વન સ્ટોપ સેન્ટરનો કે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું.