Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ જાગરણ રેલી યોજાઇ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ તથા નશા મુક્તિ અભિયાનના ભાગરૂપે વોર્ડ નં-૧૭ માં યોગકોચ નીતિનભાઈ કેસરિયાના યોગ વર્ગમાં યોગ જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ નાગરિકો હોંશભેર જોડાયા હતા.

સમગ્ર રેલી પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ થી આનંદ નગર મેઇન રોડ, ગીતાંજલિ સોસાયટી, ગાયત્રીનગર, આદર્શ સોસાયટી, બોલબાલા માર્ગ, આનંદ નગર ક્વાર્ટર વિસ્તારમાં ફરી  હતી.

ઉલ્લેખનીય છે કે, રેલીમાં કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, મીતાબેન તેરૈયા, યોગ ટ્રેનર્સ તૃષાબેન જીવરાજાણી, ધીરુભાઈ ઠુંમર, જીતેન્દ્રભાઈ શિયાણી, પ્રવીણભાઈ શિયાણી તથા આનંદભાઈ અને યોગ સાધકો ભાઈઓ તથા બહેનો જોડાઈને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.