ગજુરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ક્લીનર પ્રોડકશનનુ અમલીકરણ કરતા એકમ ને ક્લીનર પ્રોડકશન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમા આ વર્ષે જેતપુર ખાતે આવેલ *એકતા ઇન્ડસ્ટ્રીઝ* ને નાના અને મધ્યમ ઉદ્યોગોની કેટેગરીમાં પ્રથમ સ્થાને રહેવા બદલ, શ્રી સંજીવ કુમાર, આઇ.એ.એસ, મુખ્ય સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જીપીસીબી ખાતે તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
આમ, એકતા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત ક્લીનર પ્રોડકશન એવોર્ડ વિજેતા રહીને જેતપુર વિસ્તાર નુ ગૌરવ સમગ્ર ગુજરાત માં વધાર્યું છે. તે સાથે, એકતા ઇન્ડસ્ટ્રીઝ આસપાસના બીજા ઉદ્યોગોને પણ પોતાના એકમોમા ક્લીનર પ્રોડકશનના ટુલ્સ અને ટેકનોલોજી ઉપયોગ કરીને સતત ક્લીંનર પ્રોડકશના અમલીકરણ કરવા માટે પ્રોત્સહિત કરે છે.
વધુમાં એકતા ઇન્ડસ્રીઝના માલિક જતીનભાઇ સાથે થયેલ ચર્ચામાં જણાવ્યા મુજબ ગાાંધીનગર સ્થીત આવેલા ગુજરાત ક્લીનર પ્રોડકશન સેન્ટર દ્વારા ગુજરાતમાં ક્લીનર પ્રોડકશન અને ક્લીન ટેકનોલોજીના પ્રચાર, પ્રસાર અને અમલીકરણ માટે સતત અધાગ પ્રયત્નો કરવામાાં આવી રહ્યા છે, જેથી ઉદ્યોગોમાાંથી ઉતપન્ન થતા ગંદા પાણી, જોખમી કચરામાં ધટાડો થશે અને એકમોમાં વપરાતા કુદરતી સંસાધનોના વપરાશમાાં પણ ધટાડો થશે.

