Gujarat

“સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાઓમાં “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરેલ છે જે ૨૪x૭ ચાલુ રહે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં લેબર કોર્ટ પાસે,હાથીખાના ચોક, બહેરા મુંગા શાળાના ગેટની અંદર જૂનાગઢ “સખી” વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૮ થી કાર્યરત છે

સ્વચ્છ ભારત મિશન ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” ઝુંબેશની અઠવાડિક થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશની દૈનિક કામગીરી અંતર્ગત બીજા અઠવાડિયાની થીમ ધાર્મિક અને પ્રવાચન સ્થળોએ કરવાની થતી હોઈ અને લોકો સુધી આ સ્વચ્છ ભારત મિશનનો સંદેશો પહોચાડવા “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા સ્વચ્છ ભારત મિશનની ઉજવણી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” ઝુંબેશની કામગીરી કરી લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના કાર્યક્રમ યોજી લોકજાગૃતિ કેળવી હતી.

સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે તો સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુધડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સુત્રને સાર્થક બનાવવા “સખી” વન સ્ટોપ સેન્ટર – જુનાગઢના કર્મચારી દ્વારા નીચલા દાતાર પર સાફ સફાઈ કરી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવેલ તેમ કેન્દ્ર સંચાલકશ્રી (OSC) જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.