કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા. ૦૪/૧૧/૨૦૨૪ થી ૧૦/૧૧/૨૦૨૪ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.

વય મર્યાદા :- ૦૮ થી ૧૩ વર્ષ, સમયગાળો :- ૦૭ દિવસ રહેશે. શીબીરાર્થીઓ ૦૩/૧૧/૨૦૧૬ થી ૦૪/૧૧/૨૦૧૧ ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ,તે સિવાયના શિબીરાર્થીઓનું અરજી ફોર્મ માન્ય ગણાશે નહી. આ અંગેનુ નિયત ફોર્મ :- face book page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તારીખ :- ૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે.

વધુ માહિતી માટે ઓફિસ નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવો. સમયમર્યાદા બાદ મળેલ અને અધુરી વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ અને ફાઈલે કરવામાં આવશે.તેમ ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢની યાદીમાં જણાવ્યુ છે.

