તા.૨૪-૯-૨૪ના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલામા એન .એસ .એસ યુનિટ નિયમિત પ્રવૃત્તિના ભાગરૂપે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વરોજગાર અંગેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય મહેમાન અને પ્રેરણાત્મક વક્તા તરીકે શ્રી મનોહરજી અગ્રવાલ પ્રદેશ સંગઠન ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનના કાર્યકર્તા રહ્યા હતા.
શાળાના પ્રિન્સીપાલ ચેતનભાઈ ગુજરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચયની સાથે આજના વર્તમાન સમયમાં સરકારી નોકરીના વધતા ફુગાવા વચ્ચે વિદ્યાર્થીઓને પોતાની આવડતથી સ્વરોજગારી કૌશલ્ય વિકસાવવા પર ભાર મુક્યો હતો. મનોહર સાહેબ દ્વારા માત્ર સરકારી નોકરી જ શું કામ કરવી જોઈએ ? તમારી પાસે આવડતા હશે,કુશળતા હશે અને કંઈક કરી છુટવાની ભાવના હશે તો, તમે પોતાનો એક બિઝનેસ શરૂ કરીને, એક વ્યવસાય ઉદ્યોગ ,ધંધો શરૂ કરીને પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો.
તમે નોકરી કરવા કરતા નોકરીપ્રદાતા તરીકે ભવિષ્યમા તમારી કારકિર્દી ઘડવા પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. એમણે પોતાની આવડતથી જેમણે પોતાની દુનિયા બદલી નાખી હતી એવા ઘણા બધા પ્રેરક વ્યક્તિઓના ઉદાહરણોથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા, આ સેમિનારમા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોતાને મૂંઝવતા કારકિર્દી અંગેના કેટલાય પ્રશ્નોનુ સમાધાન વિદ્યાર્થી મિત્રોએ મેળવ્યું હતું.
કાર્યક્રમમાં બાઢડા હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હિતેશભાઈ નિમ્બાર્ક હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનારનું સફળ સંચાલન અને આભારવિધિ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર વર્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
બિપીન પાંધી.

