Gujarat

ઉનાના વાવરડાની સીમ વાડી વિસ્તારમાં છ વર્ષના બાળક પર દીપડાનો હુમલો બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયો…વનવિભાગનો સ્ટાફ હૉસ્પિટલ દોડી જઇ આગળની વઘુ વિગતો મેળવી

ઉનાના વાવરડાની સીમ વાડી વિસ્તારમાં છ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી ઈજા પહોંચતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે હોસ્પિટલમાં આવેલ છે. જે અંગેની જાણ વન વિભાગને થતા વન વિભાગનો સ્ટાફ હૉસ્પિટલ દોડી જઇ આગળની વઘુ વિગત મેળવી હતી.

ઉનાના વાવરડા ગામે મહાવીરસિંહ ભાવેશભાઈ બારૈયા ઉં. વ. 6 ને તેની મોટી બહેન પોતાની નાના ભાઈની આંગળી પકડીને બાજુની ધર તરફ ટીવી જોવા જતા હતા. ત્યારે ભાવુભાઈ બાલુભાઈ બારૈયાની વાડીમાં ખેતરમા ઉભો પાક કપાસના વાવેતર માંથી અચાનક દીપડો નીકળી તડાપ મારી મહાવીરસિંહ (બાળક) ઉપર હુમલો કરી દીધો હતો. જેથી રાડારાડ કરવા લાગતાં દિપડો ત્યાથી નાસી છૂટ્યો હતો.
દીપડા એ બાળકને જમણા કાન, બન્ને છાતીનાં ભાગે, પેટના ભાગે તેમજ પીઠના ભાગે નોર મારી ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. બાળકને સમાન્ય થઈ હોય આ અંગેની જાણ વન વિભાગે કરતા તાત્કાલિક વન વિભાગનો સ્ટાફ હૉસ્પિટલ દોડી ગયેલ હતો. અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી અને ઘટના સ્થળે પર તપાસ કરી દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે.