લેરિયા સેવા સહકારી મંડળીની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
તા.૨૯-૯૨૦૨૪ ના રોજ વિસાવદર તાલુકાના લેરીયા ગામે શ્રી લેરિયા સેવા સહકારી મંડળી લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા શ્રી વિવેકાનંદ શાળાના ખંડમાં મળી હતી. જેમાં મંડળીના મંત્રી પિયુષભાઈ વઘાસિયાએ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા સભાસદોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ મંત્રી દ્વારા વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ.
બાદ મંડળીના પ્રમુખ નરેન્દ્રભાઈ કોટીલા દ્વારા મંડળીના પ્રગતિ રિપોર્ટ અંગે વેચાણ, ધિરાણ અને સભાસદની વૃદ્ધિની વિસ્તૃત જાણકારી અને ભવિષ્યમાં મંડળી વધારે સધ્ધર બની ખેડૂતોને કઈ રીતે સહાયક બને તેની વિસ્તૃત માહિતી આપેલ. ચાલુ વર્ષે મંડળી અને સભાસદોના સહયોગથી મંડળી એ પોતાનો ચોખ્ખો નફો રૂ.૨,૭૫૦૦ (બે લાખ પંચોતેર હજાર) કરી પ્રગતિ કરેલ છે.
આ સભામાં સંઘના મેનેજર રાજેશભાઈ રાદડિયા, ખેતીવાડી અધિકારી હરસુખભાઈ ખોલકિયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી એ પ્રાસંગિક વક્તવ્ય આપેલ. આજની સામાન્ય સભાસદની બેઠકમાં જેડીસીસી બેંક પ્રતિનિધિ સુરેશભાઈ રાખોલીયા, જયદીપભાઇ પાનસુરીયા, તા.પં.ના સદસ્ય કિશોરભાઈ ડોબરીયા, મંડળીના ઉપપ્રમુખ કમલેશભાઈ ઠુંમર, ધીરુભાઈ બાબરીયા, વિનુભાઈ રીબડીયા સહિત ડિરેક્ટરો અને સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમ મંડળીના પ્રમુખ નરેન્દ્રભાઈ કોટીલાની અખબાર યાદીમાં જણાવેલ છે.
*સી. વી. જોશી વિસાવદર*



