રાજકોટ દુધ સંઘના ચેરમેન ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા રાજકીય અને સામાજિક લીડર તરીકે ઉપસી આવતા લોકોને વિશેષ ચેરમેન વિશે જાણકારી આપીએ તો આ સહકારી આગેવાન ક્યાંથી આવે છે ? અને વિદ્યાર્થી કાર્યકાળ થી પ્રતિનિધિત્વ લીડરશીપ અને હાલ જુદા જુદા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓ માં પ્રતિનિધિ કરે છે
એ વિગતે માહિતી જોઈએ તો, ગોરધનભાઈ ધામેલીયા સુપ્રસિદ્ધ જલારામ યાત્રાધામ વિરપુરમાં 28, 8, 1958 ના રોજ જન્મ થયો અને હાલ પોતાનું રહેઠાણ ત્યાં જ હોય અને લેઉવા પટેલ સમાજમાંથી આવતા હોવા થી પોતાના રહેઠાણથી એકદમ નજીક થોડા કિલોમીટર માં કાગવડ ખોડલધામ.
માંખોડીયાર ના નાના-મોટા કાર્યક્રમમાં સહયોગી રહે છે, વિદ્યાર્થી કાળથી જ પ્રતિનિધિત્વની લીડર પણું હોવાથી વર્ગ પ્રતિનિધિ તરીકે શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ જેતપુરમાં ધોરણ 11અને12, 1978 -1979, 1979-1980 એમ બે વર્ષ વર્ગ પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદમાં કોલેજ કાળ ત્રણ વર્ષ જીએસ તરીકે ચૂંટાયા, બાદ બી,એ સુધીનો અભ્યાસ કર્યો, અને રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી સૌપ્રથમ વીરપુર ગ્રામ પંચાયતમાં 1985 માં પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા બાદમાં તાલુકા પંચાયત જેતપુર 24,02,1987 થી 30,11, 1993 સુધી સતત સાત વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર ત્રણ વર્ષ ડિરેક્ટર તરીકે નિમણૂકતા મેળવી 29-11-1990 થી 01-12-1993 સુધી,
જેતપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ત્રણ ટર્મ ડિરેક્ટર તરીકે ચુંટાયા, બાદ એક ટર્મ જેતપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા, બાદમાં 2000 થી 2005 અને 2005 થી 2010 સુધી રાજકોટ જિલ્લા પંચાયતમાં બે ટર્મ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા અને જિલ્લા પંચાયતની સિંચાઈસમિતિ, આરોગ્યસમિતિ અને બાંધકામ સમિતિ માં અધ્યક્ષ રહ્યા, 2002 અને 2007માં માં જેતપુર વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભા લડીયા 2002માં 41314 મતો મળ્યા 16230 મત નો તફાવત રહ્યો જ્યારે 2007માં 46,022 મતો મળ્યા 12193 મત નો તફાવત રહ્યો બાદમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ 2010 થી ભાજપ પ્રવેશ સુધી કોંગ્રેસના સમિતિના પ્રમુખ તરીકે રહ્યા અને 8 માર્ચ 2013 એ નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપ પક્ષમાં પ્રવેશ કર્યો અને હાલ જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ, ના 2017 થી ડિરેક્ટર તરીકે, ચાલુ છે, ગોરધનભાઈ ધામેલીયાએ શ્રી જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના 2003માં કરીને હાલ તેઓ પ્રમુખ તરીકે ચાલુ છે, એવી જ રીતે વીરપુર જૂથ સેવા સહકારી મંડળી ના તેઓ 1993 થી સતત પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2013 થી ચાલુ છે ખૂબ મોટી રાજકીય અને સામાજિક કારકિર્દી ના માર્ગદર્શક અને સતત કાર્યશીલ ગોરધનભાઈ ધામેલીયા હાલ રાજકોટ દુધ સંઘ ને પોતાના અધ્યક્ષ સ્થાને ઉંચા શિખરો સર કરાવવા પ્રયત્નશીલ છે અને રાજકોટ ડેરીની 855 દૂધ મંડળીઓ ના દૂધ ઉત્પાદકો સાથે પરિવારની ભાવનાઓથી જોડાઈને દૂધ સંઘ નું વાર્ષિક ટર્ન ઓવર રૂ!1103 કરોડ થયેલ છે જે ગત વર્ષની સરખામણીએ 17% નો વધારો થયેલ છે રૂ, 21.97 કરોડ પશુપાલકોને ભાવ ફેર આપીને પશુપાલકો ના પ્રત્યે પ્રેમ દાખવ્યો અને દૂધ સંઘ એ 12.19 કરોડનો ચોખ્ખો નફો કરી,855 દૂધ મંડળીઓમાંથી 202 દૂધ મંડળીઓના 18054 દૂધ ઉત્પાદકો ના બેંક ખાતામાં મિલ્ક ફાઈનલ ભાવની રકમ ₹5.50 કરોડ ડાયરેક્ટ જમા કરાવીને પહેલ કરતો સૌરાષ્ટ્રનો પહેલો સંઘ બન્યો.
અહેવાલ.નાજાભાઈ ભરવાડ જામકંડોરણા

