Gujarat

આંતરરાજય વાહનચોરીના ગુનાનો પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ભેદ શોધી કાઢી ચોરાયેલ ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ

રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  છોટાઉદેપુર જીલ્લા તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં ફેરકુવા ચેક પો.સ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી એક VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીના વાહન ચાલક ફોરવ્હીલ ગાડીને લઇ આવતા તેઓને હાથ વડે રોકવાનો ઇસારો કરતા  ફોરવ્હીલ ગાડીના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી પોલીસ સ્ટાફના માણસોને શંકા જતાં ફોરવ્હીલ ગાડીને પીછો કરી કોર્ડન કરી પોલીસ સ્ટેશન તરફના રોડ ઉપર જતાં ફોરવ્હીલ ગાડી પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી  વાહન ચાલકનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશભાઇ અમરસીંગભાઇ જાતે.ડાવર ઉ.વ.૨૦ રહે.હાંસલબડ પો.નરવાડી તા.કુક્ષી જી.ધાર (એમ.પી) નાઓનો હોવાનું જણાવેલ હોય  પકડાયેલ ઇસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી જેથી VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીનો ચેસીસ નંબર MEXJ17601JTO76206 તથા એન્જીન નંબર CJ2146678 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ગણી તેને  ફોરવ્હીલ ગાડીના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર ફોરવ્હીલ ગાડીનો સાચો રજી નંબર TS08FP0423 નો હોઇ જેના માલિક તરીકે અંકુર હેમંત જૈન રહે.બી.૧૦૦૮ ઇન્ડુ ફોરચ્યુન ફીલ્ડ ધ એક્ષ ઇન્ડ્રુ વીલાસ મેડચલ મલ્કાજગીરી નાઓ હોવાનું જણાય આવેલ જેથી VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીને ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા વાહન માલીકનો મોબાઇલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં વાહન માલીકે ફોરવ્હીલ ગાડીની ચોરી અંગે પ્રતાપનગર (ઉદયપુર-રાજસ્થાન) પોલીસ સ્ટેશનના એફ.આઇ.આર નંબર. 0570/2024 બી.એન.એસ.એસ. કલમની કલમ.૩૩૧(૪),૩૦૫(એ) મુજબનો ગુનો તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ બનેલ હોય ગુનાના કામે પકડાયેલ ફોરવ્હીલ ગાડીને બી.એન.એસ.એસ. કલમ.૧૦૬ મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧)(ઇ) મુજબ કાર્યવાહી કરી પ્રતાપનગર (ઉદયપુર-રાજસ્થાન) પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર