આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન ઇન્ડિયન ડાયમંડ ડિગ્નિટી એવોર્ડ -2024 સુરેશ જ્ઞાન વિહાર વિશ્વવિદ્યાલય, જગતપુરા, (જયપુર ) રાજસ્થાન નાં કાલિન્દી સભાગૃહ માં યોજવામાં આવ્યો હતો.જેમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, કૃષિ, કલા, ચિત્ર, સંગીત, કવિ, લેખક, સાહિત્યકાર, નૃત્ય નાટક, રમત ગમત વગેરે બાબતો માં વિશિષ્ટ સેવાઓ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર દેશ -વિદેશ નાં 200 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિ ઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત નાં છોટાઉદેપુર જિલ્લા નાં શિક્ષણ અને સમાજ સેવા માં સક્રિય રહેનાર (1) શનિયાભાઈ કીડીયાભાઈ રાઠવા, મુખ્ય શિક્ષક મોટીચીખલી પ્રાથમિક ગૃપ શાળા તા કવાંટ, (2) રમેશભાઈ કાદવાભાઈ રાઠવા, ઉપ શિક્ષક નાની દેવધ પ્રાથમિક શાળા તા. કવાંટ, (3) તેરસીંગભાઈ ભગુડીયાભાઈ, મુખ્ય શિક્ષક સૈડીવાસણ પ્રાથમિક ગૃપ શાળા તા. કવાંટ તેમજ (4) સંજયભાઈ રાઠવા HTAT આચાર્ય બોરઘા પ્રાથમિક શાળા તા. જેતપુર પાવી નો સમાવેશ થાય છે.
સાથે સાથે વિકલાંગ, કેન્સર પીડિત વિજેતા, અનાથ આશ્રમ નાં બાળકો નું પણ વિશેષ રૂપ થી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની શરૂઆત માં સન્માનીય પ્રતિભાશાળી તમામ વ્યક્તિઓનું કંકુ, તિલક અને રાજસ્થાની ઢોલ વાજા થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાપક શ્રી શૈલેન્દ્ર માથુર અને નિર્દેશક ડૉ. નિશા માથુર તેમજ દેશ -વિદેશ થી પધારેલ મહેમાનો નાં હસ્તે દીપ પ્રજવલન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવા માં આવ્યો હતો.
ગણેશ વંદના, અને રાષ્ટ્રગીત બાદ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે કથ્થક નૃત્ય, ભરતનૃત્ય, નુક્કડ નાટક સંગીત સાથે યોગાસન, લાઠી ચાર્જ, દેશભક્તિ ગીત વગેરે કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી.સમારંભ નાં મુખ્ય અતિથિ તરીકે ઈશ્વરચંદ્ર પુરષોતમદાસ ભાવસાર ગુજરાતથી હાજર રહ્યા હતા.કાર્યક્રમ માં સાહિત્યકારો નાં પુસ્તકો નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ નું સફળ સંચાલન ઉદ્દઘોશિકા આર. જે. સપના (આકાશવાણી કેન્દ્ર જયપુર )એ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર