ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ 32 કરોડના ઉપરાંતના ખર્ચે મંજુર કરવામાં આવી છે. 15 એકરના વિશાળ મેદાનમાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ બનશે.

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપના નેતા વિજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઝારખંડ માં હજારિબાગ ખાતે થી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત દેશના 550 જિલ્લાના 5 કરોડથી વધુ જન જાતીય લોકોના વિકાસલક્ષી 80 હજાર કરોડના કામોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળ ઉપર જઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર