ગરબા રમવા જતી વખતે હંમેશા તમારો મોબાઇલ ફોન રીંગીંગ મોડમાં સાથે રાખો
ગરબા રમવા જવાના સ્થળનું એડ્રેસ તથા સાથે ગરબા રમવા આવનાર મિત્રોના મોબાઇલ નંબર પરીવારજનોને આપીને જ જવુ
• ગરબા રમવા જતી વખતે મોબાઇલમાં ગુગલ લોકેશન ફીચર હંમેશા ઓન રાખવું તથા મોબાઇલમાં VIRBILAYA, VITIE-! જેવી સેફ્ટી એપ્લીકેશન ઇન્સટોલ રાખવી
• ગરબા રમવા જવાના સ્થળે. હંમેશા ભીડભાડવાળા રસ્તેથી જ જવા- આવવાનો આગ્રહ રાખો.
• નવરાત્રિ દરમિયાન અજાણી કે ટુંકી ઓળખાણવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલ ખાધ્ય પદાર્થો ખાવા નહી.
• અપરિચિત વ્યક્તિ પાસે લિફ્ટ લેવા દેવાનું કે એકાંતવાળી- અવાવરુ જગ્યાએ જવાનું ટાળો
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે અંગત ફોટોગ્રાફ.વિડીયો શેર ન કરો તથા વ્યક્તિગત મુલાકાત વખતે યોગ્ય સતર્કતા દાખવો.
• રાત્રિના સમયે કોઇ વાહન નહી મળવાની કે અન્ય કોઇ ઇમરજન્સી પરિસ્થિતિમાં ૧૦૦/૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરો, એમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર