Gujarat

છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવવામાં આવ્યું હતું

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બસ સ્ટેશન  ખાતે માનસિક અસ્થિર મગજની મહિલા પહોંચી હતી.
જેની જાન 181 અભયમ ટીમને થતા 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાને ગઈ તારીખ 27 – 9 – 2024ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સિલિંગ કરતા મહિલા પોતાના ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું હતું. અને મહિલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. અને મહિલા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા પંચમહાલ સખી વન સ્ટોપ સેન્ટર,સ્થાનિક પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાની મહિલાના પરિવારને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેઓના પરિવારનો સંપર્ક થતાં તેઓના પરિવાર છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા માનસિક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
જેને લઈને પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો. આ અગાઉ પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના, જિલ્લા બહારના, ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બહારના મહિલાઓને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર