Gujarat

ગોગજીપૂરા પે.સે.શાળામાં ગાંધી જન્મજયંતિ ની ઉજવણી

ગોગજીપૂરા પે.સે.શાળામાં બીજી ઓક્ટોબર ગાંધી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી.શાળામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કાર્ય કરવામાં આવ્યું.આ કાર્ય માં દૂધ ઉત્પાદક મંડળી ના ચેરમેન સેક્રેટરી સભ્યો ગ્રામપંચાયત સરપંચ , તલાટી ,સભ્યો આંગણવાડી કાર્યકરો જોડાયા.ત્યારબાદ પ્રાર્થના સભામાં બાળકો એ ગાંધી વિચાર,મૂલ્યો,સત્યના પ્રયોગો,સત્ય અહિંસા વિશે ચર્ચાઓ કરી.ગ્રામસભામાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા એ શ્રમદાન આપ્યું ને ગાંધીબાપુ ના વિચારો ને અમલમાં મૂકવા જણાવ્યું.
પ્રાર્થનાસભામાં અમુલ ડિરેકટર ધેલાભાઈ ઝાલા એ બાળકો એ રજૂ કરેલ ગાંધીજી વિશે ના નિબંધો સાંભળી અભિનંદન આપ્યા.ધોરણ 3 ના ધાર્મિક ઝાલા એ ગાંધીજીનું પાત્ર ભજવી ગાંધીજીનો પરિચય આપી સહુ ને ખુશ કરી દીધા.આવો આપણે સહુ મહામાનવ મહાત્મા ગાંધી બાપુ ને આજના દિવસે યાદ કરી તેમના આપેલ અગિયાર વ્રતો ને જીવનમાં ઉતારવા નો સંકલ્પ કરીયે તેમ જણાવી શાળાના આચાર્ય દિનેશકુમાર શર્માએ શાંતિ
, સેવા , અહિંસાને કરુણા ના પ્રતીક એવા બાપુના ગાંધીમુલ્યો ને જાળવવા જણાવ્યું.
તસવીર અહેવાલ : મકસુદ કારીગર,કઠલાલ