સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી ટોળકીનો આરોપી જેતપુર શહેર વિસ્તારમાંથી પકડી પાડી હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસને સોંપવામાં આવેલ
મધજુર વર્ગના નાના માણસોને સામાન્ય લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી તમે એકાઉન્ટ ઓપન કરાવી અને સાયબર ક્રાઇમનો ગુનો આચરેલ
જેતપુર સીટી પોલીસ વિસ્તારમાંથી ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવી દેશના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકો સાથે ઓનલાઇન નાણાકીય ફોર્ડ કરી બનાવટી બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવી સાયબર ક્રાઇમ આંચળતી ટોળકીના એક સભ્યને જેતપુર શહેર વિસ્તારમાંથી પકડી પાડી હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસને આ શખ્સને સોંપવામાં આવ્યો.
બનાવની વિગતો મુજબ જેતપુર સીટી પોલીસમાં ખાતે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ જેતપુર આવેલા ને હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય થોડા અંગેનો સાઈબરક્રાઇમ નો ગુનો રજીસ્ટર થયેલ અને જેમાં ફરિયાદીના કુલ રૂપિયા 67,33,046 ઓનલાઇન ફોડમાં ગયેલ જે બાબતે હૈદરાબાદ સાઇબર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદ અંગે વિગતવાર વાત કરવા જઈએ તો હૈદરાબાદના એક સિનિયર સિટીઝન સમીરકુમાર ચટ્ટોપાધ્યાયને એક અજાણ્યો નંબરથી કોલ આવેલ અને તેમાં જણાવેલ કે સીબીઆઇ ઓફિસર વાત કરી રહ્યો છું તમારા એકાઉન્ટમાં વધારે રૂપિયા પડેલ હોય આથી તમારા વિરુદ્ધ મને લોન્ડરીંગ નો કેસ થશે બાદમાં આ અજાણ્યા નંબર ધારો કે ફરિયાદીને વિડીયો કોલ કરેલ અને બનાવટી સીબીઆઇ ઓફિસ વરદીધારી નકલી પોલીસ બતાવેલ જેથી ફરિયાદી ડરી ગયેલ અને આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 67,33,046 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધેલા ફરિયાદીને આ રૂપિયા તેમના નોકરીમાંથી નિવૃત્તિ સમય મળેલા હતા
જે બાબતનો ગુનો સાઇબર ક્રાઇમ હૈદરાબાદમાં નોંધાયો હતો અને જેમાં ફોરમાં ગયેલા રૂપિયા 20,46,342 યસ બેન્ક જુનાગઢનું એકાઉન્ટ ધારક વિરસ વિરસ જેઠારામ ભૂરા રામજી નામના વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં જમા થયેલા હતા. બેન્ક એકાઉન્ટ ની માહિતી આધારે હૈદરાબાદ પોલીસ જેતપુર આવેલ આ એકાઉન્ટ ધારક જેતપુરમાં રહેતો હોય જેથી.જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ને સમગ્ર સંપૂર્ણ હકીકત જણાવેલ
આથી જેતપુર સીટી પીઆઇ તેમજ તમામ સ્ટાફ દ્વારા ઉપરોક્ત એકાઉન્ટ ધારકને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી અને અંતે આ એકાઉન્ટ ધારક વિરસ જેઠારામને પોલીસ સ્ટેશન ને લાવી પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે હું એક મજૂર છું અને તેમના આધાર કાર્ડ અને પાનકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ તેમના શેઠના દીકરા ધ્રુવલ રસિકભાઈ કોરાટ. રહે. ગોકુલધામ સોસાયટી અમરનગર રોડ જેતપુર. તેઓ ડોક્યુમેન્ટ લઈ ગયેલા હતા.
જેથી ઉપરોક્ત આરોપી ધવલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેણેજા એકાઉન્ટ ખોલાવેલ અને તે એકાઉન્ટ ના બદલામાં તેને 50,000 રૂપિયા મળતા હોવાનું અને તે એકાઉન્ટ વેચી મારેલ અને જ્યાં એકાઉન્ટ છે તે સુરતના એક આરોપી ધ્રુવલ કૌશિક પટેલને આપેલ આથી સાયબર ક્રાઈમના ઓનલાઇન નાણાકીય ફોડ અને બનાવટી બેન્ક એકાઉન્ટ ના રૂપિયા ડિપોઝિટ કરાવી સાયબર ક્રાઇમ આંચરતી ટોળકીના એક સભ્યને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમાં સાયબર ક્રાઈમ પોલીસના શોપતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેતપુર કોર્ટમાં રજૂ કરી અને હૈદરાબાદ જવા નીકળ્યા હતા. મંજુર વર્ગના નાના માણસોને સામાન્ય લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ, મોબાઈલ નંબર નો ઉપયોગ કરી સામાન્ય લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવીને ખોટા એકાઉન્ટ ખોલાવી નાગરિકો સાથે ઓનલાઇન નાણાકીય ફોર્ડ કરી આ ટોળકી સુરતનું હોવાનું જાણવા મળે છે.