પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને પૂર્ણ કરવા દેશભરમાં સ્વચ્છતા અંગે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં જામજોધપુર નગરપાલિકા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં વેસ્ટમાંથી બેસ્ટ, ચિત્ર સ્પર્ધા, ડીબેટ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓથી લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવે છે.
ઉપરાંત, નગરપાલિકા વિસ્તારોમાં અસ્વચ્છતાથી થતી ગંદકી અને એ ગંદકીમાંથી નીપજતી આરોગ્યલક્ષી સમસ્યાઓ વિષે વિસ્તૃત માહિતી આપતું રસપ્રદ નાટક ભજવવામાં આવ્યું હતું. આ શેરી નાટકના માધ્યમથી લોકોને સમજાવામાં આવ્યું હતું કે, સ્વસ્થ સમાજની રચના નાના નાના સ્વચ્છતાના ઉપાયોથી કરી શકાય છે, તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.