‘બેટી બચાઓ બેટી પઢાઓ’ લોગો વાળી ટી શર્ટ, કેપ, હાઇજેનિક ૧૦૦ કીટ સાથે નવજાત શિશુને દીકરી વધામણા કીટનું વિતરણ
છોટાઉદેપુર જિલ્લા ખાતે મિશન શક્તિ યોજના અન્વયે ૧૦૦ દિવસની વિશેષ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત ૧૬ અઠવાડિયાની થીમો પર “ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવર મેન્ટ વિમેન”ના સ્ટાફ દ્વારા જિલ્લા મહીલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લના તમામ તાલુકાઓમાં ગામના છેવાડાના માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુ થી આરોગ્ય, માતૃત્વ સપ્તાહ ,બેટી બચાઓ બેટી પઢાઓ, લીગ સંવેદન શીલતા, કાનૂની જાગૃતિ સપ્તાહ, ભારતીય ન્યાયસંહિતા વીક વિગેરે જેવા વિષયો પર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
તેમ જ બેટી બચાઓ બેટી પઢાઓ લોગો વાળી ટી શર્ટ, કેપ, હાઇજેનિક ૧૦૦ કીટ તેમજ નવજાત શિશુને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું હતું.
આંગણવાડીઓ ખાતે વિઝીટ કરી બાળકોને આપવામાં આવતા મિલેટ્સના લાભ અંગેની માહિતી વાલીઓને આપવામાં આવી હતી. મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી સાથે સગર્ભા માતાને ટી.એચ.આર. અને પોષણ કીટ સાથે વિસ્તારમાં નવતર જન્મેલ દીકરીઓના વાલીઓને ‘વ્હાલી દીકરી યોજના’ ના ફોર્મ ભરવા અંગે માહિતી આપી હતી. નવજાત જન્મેલ દીકરીઓના વાલીઓને આશરે ૯૨૦ જેટલા ફોર્મ ભરવા માટે આપવામાં આવેલ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી એમ જિલ્લા મહીલા અને બાળ અધિકારી છોટાઉદેપુરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

