ગુજરાતમાં દીવ,દમણ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ સતિષ વાસુદેવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં દીવ,દમણ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ સતિષ વાસુદેવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. ૧૯૯૩થી ભારતીય નૌકાદળમાં જાેડાયેલા સતિષ વાસુદેવ ૨૦૨૪ના ઓગસ્ટ મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે રાજ્યના ૧,૬૦૦ કિ.મી. લાંબા સમૃદ્ધ કિનારાની વ્યૂહાત્મક્તા અંગે પણ ચર્ચા-વિમર્શ કરી હતી. આ પહેલા ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જાેડીને તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જાેડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.