Gujarat

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ પ્રા.આ.કેન્દ્ર ગાધાવકડા ખાતે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા હાજર રહેલ તેમજ કે. કે. હોસ્પિટલ સાવરકુંડલાથી ગાયનેક ડો. વિજય નાકારાણી, સ્કિન સ્પેશિલિસ્ટ ડો. હિના મેડમ, ડેન્ટિસ્ટ ડો માલવિકા મેડમે આવી તપાસ કરેલ, જેમાં મેડિકલ ઓફિસર  ડો. બલદાણીયા સાહેબ, ડો રીપલ મેડમ, સુપરવાઈઝર ઉમેદભાઈ ચાંદુ તેમજ પીએચસી ગાધકડાની હેલ્થ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી,જેમાં આજુબાજુ ગામના કુલ ૨૮૭ લાભાર્થીએ લાભ લીધેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી