જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાંથી આજે એક તાજું જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિકોએ પોલીસને અને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી બાળકનો કબ્જો સંભાળી સારવાર માટે મોકલ્યું હતું. અને બાળકની માતાની શોધખોળ અંતે મળી જતા પોલીસે બાળકની સગીર માતા પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી કરી બાળકને તરછોડી આવનાર શખ્સ સામે પોકસો હેઠળ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

શહેરના ભોજાધાર વિસ્તારમાં દશામાંના મંદિર પાસે વહેલી સવારના પાંચેક વાગ્યે એક બાળકના રડવા જેવો અવાજ આવતા હતો. જેથી સ્થાનિક રહેવાસી શિવમ પાંડે નામના યુવાન અને તેની પત્નીએ ઘરની બહાર નિકકતા બાજુમાં આવેલ નવેરામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. ત્યાં જઈને જોતા એક તાજું જન્મેલ બાળક કોઈ પણ વસ્ત્ર વગરનું પડડ્યું હતું અને રડતું હતું. અને હજુ તેની નાળ પણ બાળક સાથે જોડાયેલ હતી. જેથી આ દંપતીએ બાળકને ત્યાંથી લઈ તરત જ આજુબાજુ પડોશમાં જાણ કરતા લોકો ત્યાં ઉમટી પડયા હતાં.

બાદમાં કેટલીક મહિલાઓએ બાળકની નાળ કાપી હતી અને શિવમ પાંડેએ પોલીસ તેમજ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ બંને સાથે પહોંચ્યા હતાં. અને બાળકને ત્યાંથી લઈ સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ ગયા હતાં. બીજીબાજુ પોલીસે તરછોડાયેલ બાળકની માતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મળતી માહિતી મુજબ બાળકને જ્યાં તરછોડ્યું હતું ત્યાં બાજુમાં જ રહેતી એક અપરિણીત મુસ્લીમ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાની પોલીસને વિગત સાપડતા પોલીસ યુવતી તેમજ તેના પરીવારજનોએ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. અને ત્યાં યુવતીની પૂછપરછ હાથ ધરી હતી.
તાજું જન્મેલ બાળક ત્યજી દીધેલના બનાવમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ અંગે વિગત આપતા સીટી પીઆઇ એ, ડી. પરમારે જણાવેલ કે, ભોગ બનનાર સગીરા પંદર વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને ભોજાધાર વિસ્તારમાં રહેતો અજય પોપટભાઈ ગોહેલ ઉવ ૨૩ નામના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેથી સગીરાના ઘરે રાતના સમયે ઘરની વંડી ટપીને આરોપી ઘરમાં આવતો અને તેણીને ભોળવી તેણી સગીર હોવાની જાણ હોવા છતાં તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી. સગીરા શરીરમાં હેલ્ધી હોય તેણીના પરીવારજનોને બાળકના જન્મ સુધી
સગીરા ગર્ભવતી થઈ ગઈ છે તે અંગે કંઈ જાણ જ ન હતી. ગતરાતે પણ આરોપી શખ્સ અજય સગીરાના ઘરે વંડી ટપીને આવ્યો હતો ત્યારે તેણીને પ્રસરવ પીડા ઉપડાટ બાથરૂમમાં જતા તેનીને સુવાવડ થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યો હતો. બાથરૂમમાંથી બાળક લઈને આવી સગીરાએ અજયને બતાવતા આરોપી અજયે પોતાનું પાપ છુપાવવા બાળકને નવેરામાં તરછોડી દીધું હતું. પોલીસ તરછોડાયેલ બાળકને સારવાર માટે હોસ્પીટલ લઈ જતા ડોકટરે બાળક તંદુરસ્ત હોવાનું જણાવેલ. જેથી પોલીસે બાળકની જરૂરીયાતની તમામ સાધન સામગ્રી લઈ પુરુષ જાતીના આ બાળકને રાજકોટ બાલાશ્રમ ખાતે મોકલી દીધો હતો.
અને આરોપી શખ્સ અજય સામે બીએનએસ ૬૫(૧), ૯૩ અને પોકસો ૬ સગીર હોવાની જાણ હોવા છતાં દુષ્કર્મ ગુજરી તેણીને ગર્ભવતી બનાવી, જન્મેલ બાળકને ત્યજી દેવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

