Gujarat

ઝાલોદ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે વિકાશ સપ્તાહ અંતર્ગત શપથ લેવામાં આવી 

 વર્ષ 2001માં સાતમી ઑક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકોમાં ઉજાગર કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવ આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા, યુવા વર્ગની સહભાગિતા અંગે શાળા-કૉલેજમાં નિબંધ સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમ યોજાશે. દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. ‘રાજ્યના 23 જેટલા પ્રતિકાત્મક સ્થળ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે. તેમજ ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસનની પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.
આ અંગે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી અજય ભાટીયા અને મામલતદાર પરમાર તેમજ ઓફિસના સ્ટાફ દ્વારા વિકાશ સપ્તાહ અંતર્ગત સપથ લેવામાં આવ્યા હતા. આ શપથમા દેશને સમર્પિત થઈ, દેશ વિશે પ્રથમ તેના હિતમા વિચારી તેના વિકાસ માટે પ્રયત્નો કરવા તેમજ દેશનો અમૂલ્ય વારસો જાળવવા,  બંધારણના મૂલ્યો જાળવવા, કોઈ પણ જાત પાતનો ભેદ રાખ્યા વગર એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવું તેમજ દેશના દરેક વિકાસ કાર્યોમાં સદા મદદરૂપ થવા માટે શપથ લેવામાં આવ્યા હતા.
પંકજ પંડિત  તાલુકો  : ઝાલોદ  જિલ્લો  : દાહોદ