૧૩૮- પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કવાંટ તાલુકાના સૈડીવાસણ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૩૮- પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલન ભાઈ રાઠવા, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમલીકરણ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓએ ફરજ બજાવી અને સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

