Gujarat

ઇકો સેન્સટિવ ઝોન નો કાયદો રદ કરવા ગીર ગઢડા મામલદાર ને આવેદન

ઇકો સેન્સટિવ ઝોન નો કાયદો રદ કરવા ગીર ગઢડા મામલદાર ને આવેદન

ગીર ગઢડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા હજારો લોકો સાથે ઉગ્ર રજૂઆત

ગીરગઢડા તાલુકાના ૩૦ અને ઉના તાલુકાના ૦૨ ગામને ઈકો ઝોનની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. અને આ બાબતે ગેઝેટનો પ્રાથમિક તબકકે અભ્યાસ કરતા ખેડુતોની રોજીંદી પ્રક્રિયાઓમા અડચણ પેદા થાય તેવુ જણાય આવે છે. તો આ બાબતે ભારતીય કિસાન સંઘ ધ્વારા ઘણા મુદ્દાઓ પર વાંધા રજુ કરીએ છીએ.

(१) આ ગેઝેટ પ્રાદેશીક ભાષામાં નથી. એટલે આ ગેઝેટ સંપુર્ણ સમજવામાં અસમર્થ છીએ.

(२) આ ગેઝેટ લાવતા પહેલા કયારેય સ્થાનીક પરિસ્થિતિ સમજવાનો કે અમને સાંભળવાનો પ્રયત્ન કરેલ નથી.
(3) આ ગેઝેટમા ઈકો ઝોનની હદરેખા અને ઈકો ઝોનના અંતરને લઈને અનેક વિસંગતતાઓ છે.

(४) આ ગેઝેટના અમલીકરણ થી ખેડુતોની ફોરેસ્ટ વિભાગ તથા અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા ખુબ જટિલ અને ખર્ચાળ બનશે.

(५) આ ગેઝેટના અમલીકરણ થી અમારા ગામડાઓના ખેડુતોના સર્વાગી વિકાસ અવરોધરૂપ બનશે.

(۶) આ ગેઝેટના અમલીકરણ થી લોકોના બંધારણીય મુળ ભુત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે.

(৩) આ ગેઝેટના અમલીકરણ થી જંગલ, વન્યજીવો અને સોસાયટી ઉપર ભવિષ્યમા મોટો ખતરો ઉભો થઈ શકે એમ છે. કારણ કે હાલ ગીરની આજુબાજુમા સ્થાનીક લોકોને ટુરીઝમના કારણે એમની ક્ષમતા મુજબ રોજગારી મળી શકે છે. એટલા માટે સ્થાનીક લોકો જંગલમા અન્ય ગેરકાયદે પ્રવૃતિમાં જોડાતા નથી. તેમજ જંગલ, સિંહ કે અન્ય વન્યજીવોને પણ કોઈજાતનું નુકશાન કરતા નથી. કારણ કે એમને ખબર છે કે પ્રકૃતિ અને સિંહના કારણે જ એમને ટુરીઝમના કારણે જ એમને રોજગારી મળી રહે છે. પરંતુ જો આ ગેઝેટનું અમલી કરણ કરવામા આવશે તો સ્થાનીક લોકો મોટાપ્રમાણમા બેરોજગાર બનશે ત્યારે જો બેરોજગાર લોકો જંગલમા ગેરકાયદે પ્રવૃતિ અને વ્યસન તરફ આગળ વધશે તો જંગલ, પ્રકૃતિ અને વન્ય જીવન અને સામાજીક માટે મોટો ખતરો બની શકે એવો ડર છે એટલે આ બાબત ગંભીરતાથી વિચારવા જેવી છે. (८)

ઝોન અંદર બ્લાસ્ટ કરવા માટેની મંજુરી લેવી પડશે કે કેમ અને લેવી પડે તો તે ખેડુતોને પોતાના કુવા નવા બનાવવા કે જુના કુવા ઉંડા ઉતારવા બાબતે ઘણી મુશ્કેલી પેદા થાય તેમ છે. તો આ બાબતે અમારો સખ્ત વિરોધ છે.

અંદર કે બહાર કયાય પણ ખેડુતને પોતાના

જોઈએ નહી.

( ) ઈકો ઝોનની પાકના રક્ષણ માટે બનાવતી ફેન્સીંગ કાચુ કે પાકુ આમા કોઈપણ જાતની અડચણ હોવી જોઈએ નહી. કે મંજુરીની પણ જરૂરીયાત હોવી

(१०) ખેડુતે પોતાના વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન કે વિજળી લાઈન લઈ જવા વન વિભાગ મંજુરીઓના નામે મસ મોટા વોટેશ આપવામા આવે છે. જે ખેડુતો કયારેય ભરી શકવાના નથી અને આ કાયદો આવતા વધારાની પળોજણ ખેડુતને પડશે. માટે કોઈપણ જાતની મંજુરી લેવાની જરૂર હોવી જોઈએ નહી.
( ૧૧) આ વિસ્તારમા ખેડુતોને પોતાના વાડી વિસ્તારના રસ્તા રીપેરીંગ કરવા માટે કોઈપણ વિભાગની મંજુરીની પ્રક્રિયા હોવી જોઈએ નહી.

(૧૨) ખેડુતે પોતાના ખેતરમા કોઈપણ પોતાના અંગત ઉપયોગ માટે મકાન, તબેલા કે પાક ભરવા માટેના ગોડાઉન બનાવવા માટે કોઈપણ પ્રકારની મંજુરીઓ માટેની અડચણમાં નાખવા નહી.

(૧૩) ઝોન બાબતની જે કમીટી બનાવવામાં આવી છે તેમા તાલુકામાંથી ૨ -૨ નોન પોલીટીકસ અને ખેડુત પ્રતિનિધિ હોવા જોઈએ અને કલેકટરશ્રી આના અધ્યક્ષ હોવા જોઈએ.

(१४) આ ગેઝેટનો અભ્યાસ કરતા માલુમ થાય કે કી.મી. ની અંદર ગોળના રાબડા તથા ગીર વિસ્તારમાં નાના મેગો પ્લાન્ટ કાર્યરત છે અને આ પ્લાન્ટની કોઈપણ પ્રકારનુ અડચણ ન થાય અને નવા બનાવવા માટે કોઈપણ પ્રકારની મંજુરીની પ્રક્રિયા હોવી જોઈએ નહી.

(૧૫) ગીરમા ટુરીઝમને જયારે વેગ મળ્યો ત્યારે ખેડુતો ઘ્વારા નાના હોમ સ્ટે ચલાવે છે. તેને પણ ઘણી અડચણો પેદા કરવામાં આવે છે. ત્યારે આવા નાના એકમો ખેડુતો પોતાની રોજી રોટી માટે ચલાવે છે. તો આના માટે પણ કોઈપણ પ્રકારની મંજુરી પ્રક્રિયા હોવી જોઈએ નહી.
(१५) ગીરગઢડા તાલુકાના ઘણા ગામોનાં સેટલમેન્ટને રેવન્યુમા તબદીલ કરવાની કાર્યવાહી ઘણા સમયથી પેન્ડીંગ છે. પણ હજુ સુધી તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. તો જો સરકારમા એ કાર્યવાહીમા આટલો સમય લાગતો હોય તો સમજી શકાય છે. કે પુર્વ મંજુરીઓ લેવામા કેટલો સમય લાગી શકે છે.

(৭৩) ખેડુત ધ્વારા પોતાની વાડીએ બનાવવામા આવતા પોતાના અંગત માટેના બાંધકામ કોઈપણ પ્રકારના ખેત પેદાશના મુલ્યવધન માટે પ્લાન્ટ માટે કોઈપણ પ્રકારની વન વિભાગની મંજુરી હોવી જોઈએ નહી.

આ બાબતે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે, ઉપરોકત મુદ્દાઓ જો આપના ઘ્વારા સોલ્વ ન થાય તો ઈકો ઝોન સંપુર્ણ રદ કરવામા આવે અન્યથા ગીર વિસ્તારમા લોકોને પારાવાર મુશ્કેલીમા મુકાશે અને ના છુટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

રિપોર્ટ ધર્મેશ ગીર ગઢડા

IMG-20241010-WA0003.jpg