Maharashtra

શિયાળો વધુ ચાલશે જેથી કેરીની સિઝનમાં શરૂઆતમાં માત્ર ૧૫ ટકા હાફુસ બજારમાં આવશે

મુંબઈ
હવામાન વિભાગ આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ અને વરસાદની શક્યતા હોવાનું કહેવાથી હાફુસની બાગાયત ખેતી કરનારા ખેડૂતો સામે સંકટ ઉભું થયું છે. પ્રથમ તબક્કામાં ઉગેલી મ્હોર ખરી પડી હોવાથી તેમાંથી ખેડૂતોને કમાણી નહીં થાય. આ વૃક્ષો પર ફરીથી મ્હોર જાન્યુઆરીમાં ફુટશે. કલ્ટારનો ઉપયોગ થતો હોવાથી અનેક ઠેકાણે બાગ જલદી મ્હોરે છે. હાલમાં શિયાળાની ઋતુ શરૃ થવામાં વિલંબ થયો છે. જેને લીધે મ્હોર ફુટવામાં સમય લાગશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૧૦ ડિસમેબર બાદ ઠંડી શરૃ થશે તેવી શક્યતા છે. શિયાળાનું જાેર ફેબુ્રઆરી સુધી રહેશે. જાન્યુઆરી મહિનામાં જે વૃક્ષો પર મ્હોર ફુટશે તેમના પર એપ્રિલનાં મધ્યમાં ફળ આવશે. તેથી પ્રથમ તબક્કામાં ૧૫ ટકા કેરીનો માલ અપાવાથી સામાન્ય નાગરિકો આંબાનો સ્વાદ કદાચ નહીં માણી શકે. હાફુશના ભાવ વધારો છતાં ખેડૂતોને જાેઈએ તેટલો ફાયદો નહીં થાય. તેમજ ફળ બજારમાં કેરીની સિઝનના શરૃઆતના તબક્કામાં થતા કરોડોના વ્યાપાર પર પણ પરિણામ થશે.કોંકણની આજીવિકાનો આધાર એવી હાફુસ કેરીને હવામાનમાં ફેરફારનો જબરદસ્ત ફટકો લાગશે. કેરીની સિઝનમાં શરૃઆતના તબક્કામાં ૧૫ ટકા જ કેરી બજારમાં ઉપલબ્ધ થશે. તેવું અનુમાન છે. ૧૦૦ દિવસને બદલે ૭૦ દિવસની જ કેરીની સિઝન રહેશે.

Hafus-Mango.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *