Gujarat

માણસા તાલુકાના રીદ્રોલ ગામમાં એક રિક્ષા ચાલકએ છ વર્ષના બાળકને ટકકર મારતા મોત

માણસા તાલુકાના રીદ્રોલ ગામે ૬ વર્ષનું બાળક મંદિર પાસે રમી રહ્યું હતું તે વખતે એક રીક્ષા ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી બાળકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જે બાબતે મૃતક બાળકના પિતાએ રીક્ષા ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

માણસા તાલુકાના રીદ્રોલ ગામે ઠાકોરવાસમાં રહેતા જગદીશજી અમરતજી ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં ગઈકાલે તેમનો છ વર્ષીય પુત્ર જયપાલ મોડી સાંજે ગામમાં જાેગણી માતાના મંદિર પાસે રમતો હતો તે વખતે ઠાકોર પ્રકાશજી કાળાજી તેની રિક્ષા લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અહીં રમી રહેલા જયપાલને જાેરદાર ટક્કર મારી તેના ઉપર રિક્ષા ચડાવી દેતા આ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતા.

અકસ્માત થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક આ બાળકને માણસા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેને ત્યાં કંઈ સારવાર મળે તે પહેલા તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો જે બાબતે મૃતક ના પિતાએ અકસ્માત સર્જી મોત નીપજાવનાર રિક્ષા ચાલક ઠાકોર પ્રકાશજી કાળાજી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.