Gujarat

એક વિખેરાતા પરિવારને તૂટતાં બચાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગ્રામીણ વિસ્તાર માથી પીડીત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગતા, 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણતા જણાઈ આવ્યું કે પીડિત મહિલા 11 માસનું બાળકને લઈ પિયરમાં રિસાઇ જતા રેહલ જેથી મહિલાના પતિ પિયરમાં જઇ બાળકને છીનવી લેતા મહિલાએ પતિને સમજાવવા મદદ માગી હતી. સાસરી પક્ષના માનસિક ત્રાસથી પિડિત મહિલા કંટાળીને બાળકને લઈ રીસામણે જતા રહ્યા.
ઝગડાનો ભોગ નાના બાળકને બનવું પડતું હોય છે.અને સસરા વહુ વચ્ચે તેમજ  પતિ – પત્નિ વચ્ચે નાની બાબતે ઝગડો કલેશ  થતા પતિ તેના  બાળકને પોતાના ઘરે લઈ આવ્યો, જેમાં એક બાળક 11 માસનું જ હોય  જે માતા વિના રહી ન શકે જેથી  પીડીત મહિલા તેના પતિના ઘરે  બાળકને લેવા માટે ગઈ પરંતુ તેના પતિએ બાળક સોંપવાની સખત મનાઈ કરી દીધી  જેથી લાચાર પીડીત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માગેલ , મદદ માગતા ત્યાં 181 ટીમ પહોંચી સાસરીપક્ષના સભ્યોને  ઘરેલુ હિંસા બાબતે કાયદાકીય માર્ગદર્શન આપી.
બાળક ના પિતાનું કાઉન્સિલર કરી સલાહ સૂચન તથા યોગ્ય માર્ગદર્શન આપ્યું , જેથી પતિ એવું કહેવા લાગ્યા કે હું મારા બાળકો વગર રહી નહિ શકું, જેથી 181 અભયમ ટીમે પતિ – પત્નિ ને સાથે રહેવા માટે જરૂરી કાઉન્સિલર કર્યું અને અંતે પતિ – પત્નિ એ રાજીખુશીથી અને પોતાની ઈચ્છાથી સાથે રહેવા નિર્ણય કર્યો અને અંતે પતિ – પત્નિ ના ઝગડાનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર