છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુર તાલુકાના ગુડા અને અલસીપુર ગામેથી બિન અધિકૃત સાદી રેતી ખનીજનું ખનન અને વહન કરતાં કુલ પાંચ ટ્રેક્ટરને ઝડપી પાડ્યા હતા.
ખાન ખનીજ વિભાગની ટીમે આશરે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી ટ્રેક્ટર ચાલકો અને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

