રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા જન ભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનને સાર્થક કરવા રાજ્ય સરકારના દિશા નિર્દેશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણેના સીધા માર્ગદર્શનમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે
ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો, વિવિધ ગલીઓની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાથી ગંદકીની સાથે સાથે બીમારીઓ પણ ઓછી થાય છે, શહેરના રસ્તાઓ સ્વચ્છ સુંદર દેખાય છે.

