સરકાર દ્વારા થોડો સમય પહેલા જ ઇકો સેન્સેટિવ ઝોનનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી જ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ખેડૂતો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઇકો સનસેટિવ ઝોનના વિરોધમાં ખેડૂતો દ્વારા ગામમાં જ અલગ અલગ બે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બરડીયા ગામના રસ્તે જતા બે યુવક ઇકોઝોન હટાવો મહાસંમેલનનું લઇ ઊભા હતા તે સમયે ત્યાં આવેલા એક વ્યક્તિએ આ યુવકો સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ બોલાચાલી ઝઘડામાં પરિણામી હતી. રસ્તે ઉભેલા બે યુવક અને બાઈક પર આવેલા વ્યક્તિ ભૂંડી ગાળો બોલી જાહેરમાં માથાકૂટ કરવા લાગ્યા હતા. થોડીવાર બાદ લોકોના ટોળા એકત્રિત થતાં વિસાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલે તપાસ હાથ ધરી હતી.
વિસાવદરના બરડીયા ગામે ઇકોઝોનના વિરોધમાં એક જ ગામમાં બે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદરના દરિયામાં ઇકોઝોનના વિરોધમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને સરપંચ એસોસિએશન દ્વારા બે અલગ અલગ સંમેલનનું આયોજન કરાયું હતું. ત્યારે લીલીયા ચોકડી નજીક હાથમાં બેનર લઈ ઉભેલા બે યુવકને બાઈકમાં આવેલ વ્યક્તિ દ્વારા બેનર દૂર રાખવા કહેતા ત્રણે લોકો ભૂંડીગાળો બોલી જાહેરમાં માથાકૂટ કરવા લાગ્યા હતા.

ત્યારે ઇકો ઝોન મામલે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પર રાજકારણ ના અનેક પક્ષો હાલ ખેડૂતો સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. જેને લઇ વિસાવદર પોલીસે જાહેર જગ્યામાં બખેડો કરી ભૂંડી ગાળો બોલી સુલેહ શાંતિનો ભંગ કરનાર ચાર વ્યક્તિઓ પર ગુનો દાખલ કર્યો હતો. જેમાં લીમધ્રા ગામના મુકેશ દુધાત્રા, બરડીયાના રાજેશ બચુભાઈ વઘાસિયા, મહેન્દ્રભાઈ દેવજીભાઈ સાવલિયા અને બરડીયા ગામના એક સગીર પર વિસાવદર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

