Gujarat

બોરડીયાળા ગામમાં ગ્રામજનોએ સ્વખર્ચે ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો; હજુ સુધી વિકાસ આ ગામમાં પહોંચ્યો નથી!

ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં વિવિઘ જિલ્લાઓ આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે. આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે.

દાંતા તાલુકામાં બોરડીયાળા ગામમાં દર વર્ષે વરસાદની ઋતુમાં ગ્રામજનોને મંડારા વાસથી ગામમા આવતા જતા વચ્ચે કીડી મકોડી નદી પાર કરીને જવું પડતું હોય છે. નદીમાં થોડા દિવસ અગાઉ પાણીનો પ્રવાહ વધારે હોવાથી 50 જેટલાં શાળાના બાળકો ફસાઈ ગયા હતા.

તંત્રની મદદ વગર ગ્રામજનોએ જાતેજ રેસ્ક્યૂ કરીને તમામ બાળકોને બચાવ્યા હતા. હાલમાં ગ્રામજનોએ સ્વખર્ચે ફાળો એકઠો કરીને પૂલ બનાવ્યો છે, બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, પ્રક્રિયા પૂલ અને રસ્તાને લઈને 210 લાખની મંજૂરી અપાઈ છે.