ફક્ત એક જ કોડવર્ડ અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો. દિલ્હી અને ગુજરાતની બે કંપની વચ્ચે જાેબ કોન્ટ્રાક્ટ થયો અને પછી તેમાં ફક્ત બે કેમિકલના નામ કોડવર્ડમાં લખેલા હતા અને આ જ કોડવર્ડ પર દિલ્હી પોલીસનું ધ્યાન ગયું અને મોટા કૌભાંડની ચાવી હાથમાં આવી ગઈ. ફક્ત એક જ કોડવર્ડ અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો. દિલ્હી અને ગુજરાતની બે કંપની વચ્ચે જાેબ કોન્ટ્રાક્ટ થયો અને પછી તેમાં ફક્ત બે કેમિકલના નામ કોડવર્ડમાં લખેલા હતા અને આ જ કોડવર્ડ પર દિલ્હી પોલીસનું ધ્યાન ગયું અને મોટા કૌભાંડની ચાવી હાથમાં આવી ગઈ.
આ કોડવર્ડ ઉકેલાવવાના પગલે કુલ રૂ. ૧૩,૦૦૦ કરોડના ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો. તેમા બે જથ્થાં પાંચ-પાંચ હજાર કરોડ રૂપિયાના હતા અને એક જથ્થો લગભગ અઢી હજાર કરોડથી વધુ રકમનો હતો. રવિવારે રાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા છે. દિલ્હી-ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સ્થળ પરથી આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના ૩ ડાયરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેંસાણિયા સહિત ૫ ની ધરપકડ પણ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ કોકેઈન એ જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જાેડાયેલું છે, જેના બે મોટા કન્સાઈનમેન્ટ ૨ ઓક્ટોબર અને ૧૦ ઓક્ટોબરના રોજ દરોડા દરમિયાન દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ સિન્ડિકેટમાંથી કુલ ૧૨૮૯ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૩ હજાર કરોડ રૂપિયા છે.
આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા કુલ ૧૨ લોકોની હવે ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ૭ની દિલ્હીમાં છેલ્લા ૨ દરોડા દરમિયાન અટકાયત કરવામાં આવી હતી. દુબઈથી ઓપરેટ થતી આ સિન્ડિકેટના માસ્ટર માઈન્ડની ઓળખ વીરેન્દ્ર બસોયા તરીકે થઈ છે. દુબઈમાં તેના ઘણા બિઝનેસ છે. પોલીસે બસોયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં ક્યારેય કોકેઈનનો આટલો મોટો જથ્થો પકડાયો નથી. છેલ્લા ૧૨ દિવસમાં આ ૩ દરોડા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. સિન્ડિકેટના સભ્યોને કોડ નામ આપવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા મોટાભાગના સભ્યો એકબીજાને ઓળખતા નથી.
તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંકલન કરતા હતા. સંદેશાવ્યવહાર માટે, દરેક સભ્યને એક કોડ નામ આપવામાં આવ્યું હતું. આ સિવાય પોલીસને શંકા છે કે ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ દક્ષિણ અમેરિકાના દેશોમાંથી દરિયાઈ માર્ગે ગોવા લાવવામાં આવ્યું હતું. આ પછી તેને દિલ્હી લાવવામાં આવ્યો. દિલ્હી પોલીસ ૨ મહિનાથી પ્લાનિંગ કરી રહી હતી, દિલ્હી-ગુજરાતમાં કોકેઈન પકડવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો મામલો માનવામાં આવે છે.
આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા પોલીસ છેલ્લા બે મહિનાથી કામ કરી રહી હતી. ત્યારબાદ પોલીસને ડ્રગ્સ સપ્લાય અંગે ઈનપુટ મળ્યા હતા. આ દાણચોરો દિલ્હી અને એનસીઆરમાં આ ડ્રગની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ૧૦ ઓક્ટોબરના રોજ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં ભાડાની દુકાનમાંથી ૨૦૮ કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૨,૦૮૦ કરોડ રૂપિયા હતી. આ દવાઓ નાસ્તાના ૨૦-૨૫ પેકેટમાં છુપાવવામાં આવી હતી. આ પેકેટો પર ‘ટેસ્ટી ટ્રીટ’ અને ‘સ્પાઈસી મિક્સચર’ લખેલું હતું. તે યુનાઇટેડ કિંગડમમાં રહેતા વ્યક્તિ દ્વારા અહીં મૂકવામાં આવ્યું હતું.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ પદાર્થ ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે, જે અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. ૨ ઓક્ટોબરે દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીના મહેરૌલીમાંથી ૫૬૦ કિલો કોકેન અને ૪૦ કિલો ગાંજા જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ ૫૬૨૦ કરોડ રૂપિયા હતી. દરોડા દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ કરાયેલા લોકોમાં તુષાર ગોયલ અને જીતેન્દ્ર ગિલ નામના બે લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ભારતમાં આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું રેકેટ ચલાવતા હતા. છેલ્લા ઘણા દિવસોથી, દિલ્હી પોલીસ ડ્રગ સપ્લાયર્સને પકડવા માટે ઓપરેશન ‘કવચ’ ચલાવી રહી છે.
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ૩૦ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ૨૨૮ કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧.૧૪ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ કાર્ટેલના બે સપ્લાયરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ૫ ઓક્ટોબરના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને છ્જી ગુજરાતે સંયુક્ત રીતે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. જેમાં ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્ડ્ઢ ડ્રગ્સ મળી આવ્યા હતા.
આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આવકાર ડ્રગ્સ કંપનીની સ્થાપના વર્ષ ૨૦૧૬માં થઈ હતી. હાલ ભરૂચ પોલીસ તપાસ કરી રહી છે કે, કંપની કયાં રસાયણો બનાવી રહી હતી. સૂત્રો મુજબ દુબઈથી ડ્રગ્સ આવ્યું હતું અને દિલ્હી-એનસીઆર મોકલતા પહેલાં તેની પ્રોસેસ કરાઇ હતી. ડ્રગ્સને ગુજરાતની બહાર ‘મેડિકલ કન્સાઈનમેન્ટ’ તરીકે લઈ જવાયું હતું અને પછી ‘ફાર્મા સોલ્યુશન્સ સર્વિસીસ’ના નામે ડોક્યુમેન્ટ પર કથિત નકલી ફાર્મા કંપનીને સોંપાયું હતું. આ ડ્રગ સિન્ડિકેટનું કનેક્શન દુબઈ અને બ્રિટન સાથે જાેડાયેલું હોવાનું કહેવાય છે. દિલ્હીની ફાર્મા સોલ્યુશન સર્વિસ અને આવકાર ડ્રગ્સ પ્રા.લિ.વચ્ચે ૭ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ થયેલા જાેબવર્કના કોન્ટ્રાક્ટની કોપી પણ મેળવી છે. જેમાં બે ફોર્મ્યુલા કોડવર્ડમાં લખવામાં આવી છે અને આ ફોર્મ્યુલામાંથી જ કોકેન બનતું હોવાનું કહેવાય છે.
આ કોડવર્ડથી ૫૦૦૦ કરોડનું કોકેન બનતું હતું. તેમજ પુરાવા ન રહે એ માટે ફાર્મા સોલ્યુશન સર્વિસના માણસો આવકાર ડ્રગ્સના માલિક અશ્વિન રામાણી સાથે વોટ્સએપ અને ફોનમાં જ વાત કરતા હતા.આવકાર ડ્રગ્સ કંપની શરૂ થઈ તે પહેલાં અહીં ડ્ઢઇદ્ભ ઈન્ટરમીડિયેટ નામની કંપની ચાલતી હતી. અશ્વિન રામાણીએ બ્રિજેશ કોઠિયા અને વિજય ભેસાણિયા નામના બે સાથીદારો સાથે મળીને આ કંપની શરૂ કરી હતી. વિસ્તાર પ્રમાણે તો કંપની ખૂબ મોટી હતી પરંતુ નવાઈની વાત એ હતી કે કંપનીમાં ૯ જેટલા લોકો જ કામ કરતા હતા. ૨૦૧૬માં શરૂ થયેલી આ કંપનીનું ટર્નઓવર ખાસ વધારે ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

