છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ હવે બ્લડ ડોનેશન કેમ થતા થયા છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા રક્દાન કરો જીવન બચાવોના સ્લોગન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, ડોલરીયા તાલુકા પંચાયતના સદસ્ય અને ભાજપના નેતા જયસિંહભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પાર્થભાઈ સોલંકી તથા આદ્યશક્તિ યુવક મંડળ ઝોઝના હોદ્દેદારો અને આસપાસના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 61થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

