Gujarat

સાવરકુંડલામાં ગતરોજ વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફટાકડા વિતરણનો પ્રારંભ

માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ, કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગીરી બાપુ રઘુવંશી અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા સમેત રધુવંશી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
સાવરકુંડલામાં શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિના લાભાર્થે રાહત દરે ફટાકડા વિતરણનો પ્રારંભ ગતરોજ લોહાણા વિદ્યાર્થી ભુવન એકસિસ બેન્કની સામે મહુવા રોડ સાવરકુંડલા ખાતે  શુભારંભ થયો જેમાં ૫૦૦થી વધુ ફટાકડાની વેરાઈટીઓ જોવા મળી. અહીં પાર્કિંગની પણ સુવિધા છે.એટલે ફટાકડા  ખરીદી વખતે સાનુકૂળતા રહે. વિશેષમાં સાવરકુંડલા શહેર તાલુકામાં કોઈપણ સેવાકીય સંસ્થા કે વ્યકિત જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવનાથી ફટાકડા લઈ જશે તો વિરદાદા જસરાજ સેના સેવાના હેતુથી કોઈ પણ જાતનો નફો લીધા વગર કે સંસ્થા કે વ્યકિતને આવકારે છે.
 
તેમજ એક પણ રૂપિયાનો નફો લીધા વગર ફટાકડાની કિટ તૈયાર કરી અપાશે તેમ વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટના હિતેશ સરૈયાએ  જણાવ્યું છે. ગતરોજ સાંજે માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ, કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત પૂ કરશનગીરી બાપુ રઘુવંશી અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી વગેરેની ઉપસ્થિતિમાં ફટાકડા વિતરણનો પ્રારંભ થયો. આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. પ્રકાશ કટારીયા, લોહણા સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ શહેરના અગ્રણી પત્રકારો તેમજ સામાજિક કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. ભક્તિરામબાપુ સમેત સંતોએ ફટાકડા ફોડીને દિવાળીના તહેવારોનો પ્રારંભ કર્યો. અત્રે એ નોંધનીય રહેશે કે વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા શહેરમા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહે છે.
બિપીન પાંધી