જોડિયા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જોડિયા તાલુકામાં આવેલ મેઘપર ગામની તાલુકાશાળામાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ મદદનીશ કલેક્ટરશ્રી ધ્રોલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં લોક આગેવાનો ,જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા સરપંચશ્રીઓ ગામ આગેવાનો /મામલતદાર જોડિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડિયા તથા તમામ વિભાગના અધિકારી કર્મચારી હાજર રહેલ
*જેમાં રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રકારની સેવાઓ માટે કુલ :- 1135.લોકોની સેવાનો હકારાત્મક નિકાલ સ્થળ પર જ આપવામાં આવીયો
ઉક્ત સમગ્ર સમારોહમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા લોક આગેવાનશ્રીઓ, અને આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીગણ, અરજદારો, શાળા પરિવારના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

