Gujarat

ઝાલોદ પોલિસની હદમાં આવી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વેફરના બોક્સોની આડમાં 15,22,800 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો 

દિવાળીનો તહેવાર નજીક આવી રહેલ છે તેવામાં બુટલેગરો અવનવા કીમિયા અજમાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમા લાવવાની કોશિશ કરી રહેલ છે. તે અન્વયે દાહોદ જિલ્લામાં દરેક ચેક પોસ્ટ તેમજ વિસ્તારોમાં પોલિસ દ્વારા પેટ્રોલીંગ કરી આવા અસામાજિક તત્વોને ડામવા પ્રયાસ કરી રહેલ છે.

દાહોદ જિલ્લા એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમા ધાવડીયા રોડ પર આવેલ પ્રાથમિક શાળા પાસે થી એક બંધ બોડીનુ શંકાસ્પદ આઈસર ટેમ્પો RJ-14-GK-0038 નીકળતો હતો આ ટેમ્પો શંકાસ્પદ લાગતા એલ.સી.બી પોલિસ દ્વારા ટેમ્પો રોકી તલાસી લેતા તેમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા તેમાં વેફરના બોક્સો જણાતા હતા. પરંતુ એલ.સી.બી પોલિસ દ્વારા વેફરના બોક્સ ઉપર નીચે કરી જોતા પોલીસ ચોકી ગઈ હતી અને એલ.સી.બી પોલિસને બોક્સ નીચે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવેલ હતો તેથી એલ.સી.બી પોલિસ ટેમ્પાને વધુ તપાસ માટે દાહોદ ક્રાઇમ બ્રાંચ ખાતે લઇ ગયેલ હતી.
 પો.સ.ઈ.આર.જે.ગામીત તથા પો.સ.ઈ. ડી.આર.બારૈયા તથા પો.સ.ઈ. એસ.જે.રાઠોડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા ડ્રાઇવરે પોતાનું નામ મોહનલાલ નોરતમલ જાતે.સાહુ (તેલી) ઉવ.૪૩ ધંધો ડ્રાઈવીંગ રહે.પાવર હાઉસની પાસે (બસ સ્ટેશન પાસે)નરાયના કુલેરા તા.જી.જયપુર રાજસ્થાન બતાવ્યું હતું. પોલિસ દ્વારા દારૂ ભરેલ ગાડીની તપાસ કરતા તેમને ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૫૦ ની બોટલો નંગ- ૨૪૧૨ ની કિ.રૂ. ૧૫,૨૨,૮૦૦, મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા વેફરના બોક્ષ નંગ-૧૨૨કિ.રૂ.૩૦,૫૦૦/- તથા આઇસર ટેમ્પા રજી.નં. RJ 14 GK 0038 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૫૮,૩૦૦/- નો મુદ્દામાલ સાથે ડ્રાઇવરને ઝડપી પાડવામાં દાહોદ એલ.સી.બી પોલીસને સફળતા મેળવેલ છે.
પંકજ પંડિત  તાલુકો : ઝાલોદ  જિલ્લો : દાહોદ