તા: ૨૬/૧૦/૨૪ ના રોજ ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા વેરાવળ , તાલાલા, સૂત્રાપાડા , કોડીનાર, ઉના , તેમજ ગીર ગઢડા સહિત ના તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ માજી સૈનિકો ની પ્રાચી મુકામે મધવરાયજી ભગવાન ના સાનિધ્ય માં શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય ખાતે બેઠક મળી હતી
આ પ્રસંગે પ્રમુખ શ્રી કેપ્ટન અશોક ભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન ના વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવા માં આવી તથા વીર નારી બહેનો ( શહીદ થયેલા વીર જવાનો ના ધર્મ પત્ની )એ પણ આ બેઠક માં ભાગ લીધો અને એમના પણ નાના મોટા પ્રશ્નો નો હલ કરવા માટે વિવિધ વિભાગો માં લેખિત રજૂઆત કરવાની બાહેધરી આપી હતી
આમ બેઠક સમાપન પ્રસંગે સંગઠન મહા મંત્રી શ્રી મેહુલ ભરગા એ તમામ માજી સૈનિકો ને એકતા સાથે એકજૂથ થવા અહવાહન કર્યું અને વીર નારી બહેનો ને દીપાવલી પર્વ પર મીઠાઈ બોક્સ આપવા તથા દિવાળી નો તહેવાર વિરનારીઓ કે જેમના પતિ ઓ એ દેશ માટે પોતાનો જીવ આપ્યો હોય એવા વીર બહાદુર જવાનો ના પરિવાર સાથે હમેશા આ ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન આપની સાથે છે
એવો વિશ્વાસ આપ્યો આ સંગઠન દ્વારા માજી સૈનિક અને વીર નારી બહેનો ના પરિવાર ને એમના પ્રશ્નો નું જલ્દી થી નિરાકરણ લાવવામાં મદદ રૂપ થશે એવું ગીર સોમનાથ જિલ્લાના માજી સૈનિક સંગઠન ના મહામંત્રી શ્રી મેહુલ ભરગા ની અખબાર યાદી માં જણાવવામાં આવ્યું છે
હાર્દિક કાનાબાર પ્રાચી

