Gujarat

જામનગર શહેરમાં કાલે 225મી જલારામ જયંતી ઉજવાશે

જામનગરમાં શુક્રવારે 225 મી જલારામ જંયતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહાઆરતી, પ્રસાદ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જામનગરમાં જલારામ જંયતિ મહોત્સવ સમિતિ દ્વારા ગુરૂવારે સાંજે 6 કલાકે રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલનનું આયોજન એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં કરાયું છે.

જયારે શુક્રવારે જલારામ જંયતિના એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સવારે 10 થી 2 થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ, સવારે 10.30 કલાકે પ્રસાદ વિતરણ, સવારે 10 થી 11 સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન, બપોરે 11 થી 2.30 લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન સાંજે 7 કલાકે જલારામ મંદિર હાપા ખાતે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું છે.