Gujarat

ટોબેકો ફ્રી યુથ કમ્પેઇન અંતર્ગત મનપાનું વોર્ડ નં.1 થી 8 માં ચેકીંગ

જામનગરમાં ટોબેકો ફ્રી યુથ કમ્પેઇન અંતર્ગત મહાપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 8 માં ચેકીંગ કરી 59 તમાકુ વિક્રેતાને રૂ.10800નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા તંત્ર દ્રારા કવાયત હાથ ધરાઇ છે.

ગુજરાત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા માટે રાજ્ય તમાકુ નિયંત્રણ અધિનિયમના અમલિકરણ માટે મનપાના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વોર્ડવાઈઝ કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત આરોગ્ય શાખાની ટીમ દ્વારા પોલીસ અને જિલ્લા પંચાયત સ્ટાફનેુ સાથે રાખી વોર્ડ નં.1 થી 8 માં અલગ અલગ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં નિયમના ભંગ બદલ 59 આસામીને નોટીસ પાઠવી અને રૂ. 10,800ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.