શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ, રાણીપ તરફ થી સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ નું સ્નેહ મિલન યોજાયુ હતુ.આ કાર્યક્રમ નુ આયોજન સંચાલન શ્રી નિલેશ પંચાલ ( નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ) દવવારા કરવામા આવ્યુ હતુ જેમાં સમાજ ના લોકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ ભણતર નાં બોજ હેઠળ નાસીપાસ ન થાય,પ્રેશર માં આવી અયોગ્ય પગલા ન ભરે અને એમના ભણતર નું સાતત્ય રમતા રમતા જાળવી શકે એ હેતુસર
મોટિવેશન સ્પીકર માઈન્ડ એન્ડ મેમરી કોચ શ્રી જીગરભાઈ પંચાલે એમના વ્યક્તવય સહ એમને યાદ શક્તિ વધારવા માટે ટીપ્સ આપી હતી.સમાજ નાં વિદ્યાર્થીઓ ના ભણતર માં સાતત્ય જાળવી રાખવા જણાવ્યુ હતુ આ કાર્યક્રમ મા હાજર રહેલ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એ પ્રશંસા કરી હતી.