Gujarat

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે પીવાના પાણીની સુવિધા

ગિરનાર લીલી પરિક્રમા રુટ પર ૨૨ પીવાના પાણી પોઈન્ટનું નિર્માણપીવાના પાણીની વ્યવસ્થા માટે ૪૫ ટાંકીઓ ગોઠવવામાં આવી

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પીવાના પાણીની સુવિધામાં ઉમેરો

યાત્રિકો માટે ક્લોરિનેટેડ પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ 

જૂનાગઢ તા.૧૧ નવેમ્બર૨૦૨૪ (સોમવાર)    જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

ગિરનાર લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને પરિક્રમા રુટ ઉપર પીવાનું પાણી મળી રહે તે માટે ૨૨ જેટલા પીવાના પાણીના પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યા છે. આ માટે ૪૫ જેટલી પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા યાત્રિકો માટે ફેબ્રિકેટર સ્ટેન્ડ બનાવી તેના ઉપર સ્ટેન્ડ પોસ્ટ એટલે કે પીવાના પાણી માટેના નળ મૂકવામાં આવ્યા છે.

યાત્રિકોને ક્લોરિનેટેડ પીવાનું  પાણી મળી તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણીની સુવિધા ઝીણા બાવાની મઢી વિસ્તારમાં ઈટવાયાની ઘોડીઝીણાબાવાની મઢી ત્રણ રસ્તામઢી જતા રસ્તાની જમણી બાજુમઢી જતા રસ્તાની ડાબી બાજુસૂરજકુંડ સુકનાળા વિસ્તારમાં સૂરજ કુંડ અને સુકનાળાનળપાણીની ઘોડીથી બળદેવી વિસ્તારમાં નળ પાણીની ઘોડી પાસેફોરેસ્ટ ક્વાર્ટર પાસેબોરદેવી ત્રણ રસ્તા પાસેબોરદેવી મંદિરના કુવા પાસેબોરદેવી મંદિરની દક્ષિણે ખોડીયારના રસ્તેમંદિર પાછળ જુના કુવા પાસે ઉપરાંત ઝીણા બાવા મઢીથી ૫૦૦ મીટર દૂર માળવેલા ઘોડી તરફના રસ્તેમઢીથી જતા કાળકાના વડલા પહેલા આશરે ૫૦૦ મીટર અને ઈટવાયાની ઘોડીથી ત્રણ રસ્તા જતા બાપા સીતારામ અન્ન ક્ષેત્ર પાસે પીવાના પાણીના પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

નળ પાણીની ઘોડીથી ભવનાથ વિસ્તાર સુધીમાં નળ પાણીની ઘોડી ઉતરીને આશરે ૫૦૦ મીટર દૂરનળપાણીની જગ્યાબળદેવી મંદિર પહેલાબળદેવી ત્રણ રસ્તાથી ભવનાથ તરફ જતા રાતડાની જગ્યા પાસે અને બોરદેવી ત્રણ રસ્તાથી ભવનાથ તરફ જતા દૂધવનની જગ્યા અને નળ પાણીની ઘોડી ઉતરીને આશરે ૨૦૦ મીટર ખાતે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીવાના પાણીની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓસહિત ટીમ દ્વારા સતત દેખરેખ  રાખવામાં આવશે.