Gujarat

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ કાર્યરત

પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઈટવા ગેટ ખાતે સઘન  ચેકિંગ : યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ

એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમ પૈકી ૪ ટીમ પરિક્રમા રુટ પર પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે કાર્યરત

ઈટવા ગેટજાંબુડી ગેટપાટવડરામનાથદાતારગિરનાર જૂની અને સીડી નવી સીડી ખાતે યાત્રિકોના સમાનનું ફ્રીસ્કિંગ

જૂનાગઢતા.૧૧ નવેમ્બર૨૦૨૪ (સોમવાર)   ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ખાસ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૭ સ્ટેશન અને ૪ મોબાઈલ ટીમ કાર્યરત છે.પરિક્રમમાંથીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઈટવા ગેટ ખાતે પણ વન વિભાગની એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ટીમ દ્વારા યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગ પણ વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહી છે.

આ સંદર્ભે વિગતો આપતા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશીએ જણાવ્યુ કેઅભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ઇટવા ગેટગિરનાર નવી સીડી-જૂની સીડીદાતારજાંબુડી ગેટપાટવડ અને રામનાથ ખાતે એન્ટી પ્લાસ્ટિકની સ્કોવ્ડ દ્વારા જરુરી ચેકીંગ હાથ ધરીને પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે. એન્ટી પ્લાસ્ટિક સ્કોવ્ડની ૧૧ ટીમો પૈકી ૪ મોબાઈલ ટીમ પણ પરિક્રમા રુટ પર ધંધાર્થી વગેરે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે કાર્યરત છે.વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ અંતર્ગત દંડ પણ લેવામાં આવશે.વન વિભાગ દ્વારા ખાસ પરિક્રમાર્થીઓને અગવડતા ન પડે તે માટે તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.